Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસની અવિરત મેઘમહેર વચ્ચે પીએસી સેન્ટરોના વરસાદના જે છેલ્લા ચોવીસ કલાકના આંકડાઓ સામે આવ્યા છે તે વિસ્તારમાં વરસાદે ભુક્કા બોલાવી દીધા છે, જેમાં જામનગર તાલુકાના વસઇમા પાંચ ઈંચ, દરેડમા પાંચ ઈંચ, જોડિયા તાલુકાના પીઠડ મા ૪ ઈંચ, જામજોધપુર તાલુકાના સમાણામા ૬ ઈંચ, શેઠવડાલામા ૮ ઈંચ, જામવાડીમાં ૯ ઈંચ, વાંસજાળિયામા ૭ ઈંચ, ધુનડામા ૪ ઈંચ, ધ્રાફામાં ૮ ઈંચ, પરડવામા ૫ ઈંચ જયારે લાલપુર તાલુકામાં ભણગોરમા ૪ અને મોટા ખડબામા ૫ ઈંચ વરસાદ નોંધાયાનું આપાતકાલીન કંટ્રોલરૂમના આંકડાઓ જણાવે છે.

























































