Mysamachar.in-સુરત:
રાજ્યમાં બનતી આગ સહિતની દુર્ઘટનાઓને લઈને સરકાર ચિંતિત છે, હાઈકોર્ટ પણ ચિંતિત છે અને વારંવાર રાજ્ય સરકારને હોવી જોઈતી ઇમારતોમાં ફાયર NOC છે કે કેમ તે અંગે ટકોર કરે છે, પણ આ ફાયર NOC આપવા માટે જ જબરા ખેલ ચાલતા હોવાનું તાજેતરમાં જ બીજો કિસ્સો સામે આવ્યો છે, આ પૂર્વે રાજકોટમાં અને હવે ગઈકાલે સુરતમાં મનપા ફાયર ઓફીસર વર્ગ 3 અને વચેટીયો ફાયર NOC રીન્યુ કરવા લાંચ લેતા એસીબીને હાથ રંગેહાથ ઝડપાઈ ગયા છે.
આ કેસમાં ફરીયાદીએ કોમર્શીયલ શોપીંગ સેન્ટરની ફાયર સેફટી NOC રીન્યુ કરાવવા માટે સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ સેફટી વિભાગમાં અરજી કરેલ જેથી બેચરભાઈ કરમણભાઈ સોલંકી ફાયર ઓફિસર વર્ગ-૩ નાએ ફરીયાદીને બોલાવી ઝડપી NOC મેળવવી હોય તો વ્યવહારના 30,000 આપવા પડશે તેમ જણાવી ફરીયાદીને સચિનભાઈ અરજણભાઈ ગોહિલ સાથે ઓળખાણ કરાવેલ વ્યવહારના રૂ.30,000 સચિનભાઈ અરજણભાઈ ગોહિલ આપવાનું જણાવેલ.જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તેઓએ એસીબીના ટોલ ફ્રી નં1064 ઉપર ફોન કરી એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ચુકતા એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.