Mysamachar.in-સુરત:
આપણે ત્યાં મિત્રો મિત્રોમાં મજાક ચાલતી હોય છે, મજાક સુધી વાંચો નહિ પરંતુ મજાકમાં અતિશયોકિત થઇ જાય તો જીવ પણ જઈ શકે છે તેવો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે જે ભારે ચોકાવનારો અને આવી મજાક હોય..? તેવો સવાલ ઉભો કરનાર પણ છે.
પલસાણાની એક મિલમાં પંદર દિવસ અગાઉ એક યુવાને મજાક-મસ્તીમાં સહકર્મીના ગુદા માર્ગે હવાનો પાઇપ ઘુસાડી દેતાં યુવાનના પેટમાં હવા ભરાઈ જતાં યુવાનને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ગુરુવારે યુવાન કામદારનું મોત થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગત 30 જાન્યુઆરીના રોજ મિલમાં ફરજ દરમિયાન સહકર્મી હેલ્પર કૃષ્ણા કાન્હાલાલ ચૌધરી નાઓએ મજાકમાં મિત્રના ગુદાના ભાગે એર મશીનનો પાઇપનો છેડો ઘુસાડી દેતા ગુદા માર્ગે મ્ર્તુકના પેટમાં હવા જતાં પેટમાં દુખાવો થયો હતો. ઘટના બાદ તરત યુવકને પલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પ્રાથમિક સારવાર આપી હતી, અને ત્યાર બાદ ચલથાણ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.