Mysamachar.in-રાજકોટ:
ગઈકાલે રવિવારે વડાપ્રધાન મોદીએ રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટની રિજિયન એડીશનનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે વિવિધ દેશોના રાજદૂત અને ગુજરાત તથા દેશના અંદાજે પાંચેક હજાર જેટલાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે વડાપ્રધાને વૈશ્વિક રોકાણકારોને આહવાન કરતાં જણાવ્યું કે, રોકાણ માટે આ જ સમય છે, સાચો સમય છે. રોકાણકારો અહીં માત્ર MoU કરવા નથી આવ્યા, પરંતુ સૌરાષ્ટ્રના વિકાસ અને વિરાસત સાથે જોડાયા છે.
વડાપ્રધાને આ તકે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના દરેક પ્રદેશની પોતાની તાકાત છે. રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્રને કારણે આજે વિશ્વની તમામ સંસ્થાઓ અહીં ભારતમાં રોકાણ કરવા આતુર છે. એક સમયે મેં રાજકોટ, જામનગર અને મોરબીના ત્રિકોણને મિની જાપાન બનાવવાનું સપનું જોયું હતું. તે આજે હકીકત બની રહ્યું છે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા ઉદ્યોગપતિઓએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં અને વાઈબ્રન્ટ વિકાસગાથાનું વર્ણન કર્યું હતું.






















































