Mysamachar.in-જામનગર:
જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.મળી રહેલ પ્રાથમિક માહિતી મુજબ ધ્રોલ નજીક સરમરિયા દાદાની જગ્યા પાસે આજે સવારે એક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એક વાહન સંપૂર્ણ રોડની નીચે ઉતરી ગયું હતું બન્ને મોટા વાહનો વચ્ચે થયેલ આ અકસ્માતમાં 15 લોકો ઈજાગ્રસ્ત થયાં છે તે તમામ ઘાયલોને સારવાર માટે ધ્રોલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેવોની સઘન સારવાર ચાલી રહી છે.


