Mysamachar.in-જામનગર:
BAPS સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું જામનગરને આંગણે આગમન થયું છે. તારીખ ૭/૧૧/૨૫ ના રોજ ગોંડલમાં દિવાળી અન્નકૂટ ઉત્સવનો લાભ આપી આજ રોજ છોટી કાશી કહેવાતા જામનગરને આંગણે પધાર્યા છે. જામનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પધારેલા શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનું બાળકો – યુવાનોએ વિવિધ વેશભૂષા ધારણ કરી , ધજા ફરકાવી ભાવભીનું સ્વાગત કર્યું. મહિલા – યુવતી ભક્તોએ અતિ સુંદર અને કલાત્મક રંગોળીઓ રચીને ગુરુહરિને આવકાર્યા. ઠાકોરજીના દર્શન કરી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ભક્તોનું સ્વાગત સ્વીકારતા સ્વાગત સમારોહમાં પધાર્યા. છલોછલ ભરાયેલા સભાગૃહમાં ઉપસ્થિત જામનગર ઉપરાંત ખંભાળિયા, ભાણવડ, જામજોધપુર વગેરે ક્ષેત્રોના હજારો હરિભક્તો વતી કોઠારી પૂજ્ય ધર્મનિધિ સ્વામી તથા સંતોએ ભવ્ય હારતોરાથી વધાવ્યા હતા.
પ્રગટ ગુરૂહરિ મહંતસ્વામી મહારાજના આગમન નિમિત્તે સેંકડો સંતો અને હજારો હરિભક્તોએ નિર્જળા , સજળા ઉપવાસ , ધારણા – પારણા વ્રત , ભાવતી વસ્તુનો ત્યાગ કરી વિશિષ્ટ તપ – વ્રત અર્ધ્ય અર્પણ કર્યું હતું. તપની સાથે સાથે પ્રગટ ગુરૂહરિ મહંતસ્વામી મહારાજની પ્રસન્નતાર્થે હજારો ભક્તોએ લાખો માળા , પ્રદક્ષિણા , દંડવત્ , પંચાંગ પ્રણામ , શાસ્ત્ર પઠન અને સહજાનંદ નામાવલિ પાઠ જેવા ભક્તિસભર કાર્યક્રમો કરી વિશિષ્ટ ભક્તિ અદા કરી હતી.જામનગરના ભક્તોની આવી સેવા – વ્રત અને ભક્તિથી પ્રસન્ન થઈ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું : અહીં આવી અમને પણ ખૂબ આનંદ થયો. આપ સર્વેની સેવા – ભક્તિ ખૂબ અદભૂત છે અને ઉત્તરોત્તર વધતી રહે છે તે અભિનંદનને પાત્ર છે. જામનગરના તમામ ભક્તોને નવા વર્ષના આશીર્વાદ છે.
પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જામનગર ખાતે યોજાનારા વિશિષ્ટ કાર્યક્રમોની રૂપરેખા નીચે આપેલ છે.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પ્રાતઃ પૂજા દર્શન:-
* દરરોજ સવારે ૫:૪૫ કલાકે સંસ્થાના વિદ્વાન સંત વક્તા પૂજ્ય આદર્શજીવન સ્વામીના મુખેથી મહંતચરિતમ વિષયક પારાયણનો લાભ પ્રાપ્ત થશે અને ત્યારબાદ સંતો – ભક્તોની સુમધુર કીર્તન ભક્તિ અને નાના બાળકોની રસપ્રદ રજૂઆત સાથે મહંત સ્વામી મહારાજના પૂજા દર્શન અને આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે.
તા : ૯/૧૧/૨૫ , રવિવાર
* સવારે ૫:૪૫ થી ૮:૦૦ : પારાયણ અને પૂજા દર્શન
* સાંજે ૫:૪૫ થી ૮:૦૦ : વાલમના વધામણા : મહંત સ્વામી મહારાજનો ભવ્ય સ્વાગત સમારોહ
તા. ૧૦/૧૧/૨૫ , સોમવાર
* સાંજે ૫:૪૫ થી ૮:૦૦ : મહિલા સંમેલન : બાલિકા , યુવતી અને મહિલાઓ દ્વારા નૃત્ય , સંવાદ , પ્રવચન વગેરેની આકર્ષક પ્રસ્તુતિ
તા : ૧૧/૧૧/૨૫ , મંગળવાર
* સવારે ૫:૪૫ થી ૮:૦૦ : પારાયણ અને પૂજા દર્શન
* સાંજે ૫:૪૫ થી ૮:૦૦ : મિશન રાજીપો : બાળકોએ મુખપાઠ કરેલા સત્સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ શ્લોકોને આધારે સનાતન – વૈદિક સંસ્કૃતિની આબેહૂબ રજૂઆત
તા: ૧૨/૧૧/૨૫ , બુધવાર
* સવારે ૫:૪૫ થી ૮:૦૦ : પારાયણ અને પૂજા દર્શન
* સાંજે ૫:૪૫ થી ૮:૦૦ જામનગર ગ્રામ્યના ભક્તો દ્વારા ભક્તિસભર રજૂઆત
તા : ૧૩/૧૧/૨૫ , ગુરૂવાર
* સવારે ૫:૪૫ થી ૮:૦૦ : પારાયણ અને પૂજા દર્શન
* સાંજે ૫:૪૫ થી ૮:૦૦ : ભાદરા ગ્રામ્ય હરિભક્તો દ્વારા પ્રેરક પ્રસ્તુતિ
તા : ૧૪/૧૧/૨૫ , શુક્રવાર
* સવારે ૫:૪૫ થી ૮:૦૦ : વિદ્યા મંદિર દિન નિમિત્તે વિધાર્થીઓ દ્વારા શિક્ષણ અને સંસ્કાર પ્રેરક કાર્યક્રમ
* સાંજે ૫:૪૫ થી ૮:૦૦ : સહયોગી અભિવાદન સમારોહ
તા : ૧૮/૧૧/૨૫ , મંગળવાર
* સવારે ૫:૪૫ થી ૮:૦૦ : પારાયણ અને પૂજા દર્શન
* સાંજે ૫:૪૫ થી ૮:૦૦ : યુવા તાલીમ કેન્દ્ર દિન
તા : ૧૯/૧૧/૨૫ , બુધવાર
* સવારે ૫:૪૫ થી ૮:૦૦ : પારાયણ અને પૂજા દર્શન
* સાંજે ૫:૪૫ થી ૮:૦૦ યુવા દિન નિમિત્તે ” પારસમણિ “સાંસ્કૃતિક કાર્યક્રમ





