Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના સાગર કિનારાઓની સુરક્ષાને અનુલક્ષીને જામનગર જિલ્લાના પોલીસ વિભાગ ઉપરાંત ફિશરીશ વિભાગ અને જીએમબી ના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા જામનગરના જુના બંદરે ફિશ લેન્ડીંગ પોઇન્ટની વિઝીટ કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ જોડાયા હતા.
જામનગરના એસ.પી. ડો. રવિ મોહન સૈની, ઉપરાંત જામનગર શહેર વિભાગના ડી.વાય. એસ.પી. જે.એન. ઝાલા, એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એન. ચૌધરી, તેમજ બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ ની ટિમ દ્વારા ગઈકાલે જામનગરના જુના બંદરે ફિશ લેન્ડીંગ પોઇન્ટ ની મુલાકાત લીધી હતી, અને બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર પોલીસ ઉચ્ચ અધિકારીઓની ટીમની સાથે ફિશરીશ વિભાગના અધિકારીઓ, તેમજ ગુજરાત મેરી ટાઈમ બોર્ડ ના અધિકારીઓની ટુકડી પણ જોડાઈ હતી, અને સુરક્ષા વ્યવસ્થા સંબંધે જરૂરી સમીક્ષા કરવામાં આવી હતી.


