Mysamachar.in-જામનગર:
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી મોટું વીજસર્કલ હોવાનું બહુમાન ધરાવતું જામનગર વીજસર્કલ વીજચોરીમાં પણ સૌથી કદાવર છે. આ સર્કલમાં જામનગર ઉપરાંત દ્વારકા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. અન્ય વીજસર્કલની સરખામણીએ આ સર્કલમાં એક વર્ષ દરમિયાન સૌથી વધુ રૂ. 41.28 કરોડ રૂપિયાની વીજચોરી ઝડપાઈ ગઈ છે. ચોરીમાં ઝડપાયેલા વીજજોડાણ પૈકી પ્રત્યેક વીજજોડાણદીઠ જામનગરમાં સરેરાશ રૂ. 56,163ની વીજચોરી થતી હોવાના સમાચાર બહાર આવ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીમાં બીજા ક્રમે ભાવનગર વીજસર્કલ રહ્યું છે. ત્યાં રૂ. 33.98 કરોડની વીજચોરી ઝડપાઈ ગઈ. ત્રીજા ક્રમે રાજકોટ ગ્રામ્ય વિસ્તાર જ્યાં રૂ. 32.81 કરોડની અને એકલા રાજકોટ શહેરમાંથી રૂ. 23.41 કરોડની વીજચોરી ઝડપાઈ ગઈ છે. સૌથી ઓછી વીજચોરી રૂ. 9.20 કરોડની ભૂજમાંથી ઝડપાઈ છે. આ તમામ આંકડા નાણાંકીય વર્ષ 2024-25 દરમિયાન ઝડપાઈ ગયેલી વીજચોરીના છે.(symbolic image)
