My samachar.in:-સુરત
સુરત પોલીસ દિલ્હીથી લોકોને ચૂનો ચોપડતી બંટી-બબલીની ઝડપી પાડ્યા છે.આ ગુનામાં આરોપી બંટી અર્શદ અને બબલી મઘુ દિલ્હીમાં બેઠા બેઠા એક્સેલના ડેટાના આધારે મોબાઈલ નંબરો પર ફોન કરી લોકોને પોતાની જાળમાં ફસાવતા હોવાનું ખુલવા પામ્યું છે, આ બંને શખ્શોએ સુરતના ડીંડોલી પોલીસ મથકની હદમાં એક વ્યક્તિને 1.65 લાખનો ચૂનો ચોપડ્યો હતો.આ ગુનામાં ફરીયાદી ઉપર આરોપી દ્વારા એક્સાઇડ કંપનીના વીમાની પાકતી રકમ રૂ.16,50,000/- પરત કરવા અંગેની ભ્રામક અને લલચામણી વાતો કરી ફરીયાદી પાસેથી અલગ અલગ ડીજીટલ વોલેટ ના માધ્યમથી અલગ અલગ બેંક ખાતામાં ટુકડે ટુકડે મળી કુલ-1,65,267/- ટ્રાન્સફર કરાવી છેતરપીંડી આચરવામાં આવી હતી..
આ ગુનામાં મોબાઇલ સર્વેલન્સ તથા ટેકનીકલ સોર્સ ના માધ્યમથી આરોપીઓ બાબતે માહીતી એકત્રીત કરવાના પ્રયાસો કરી આરોપીઓનું પગેરૂ દબાવી આરોપીઓ દિલ્હી ખાતેથી ફોન કોલ્સ કરી ઓનલાઇન ફ્રોડના ગુનાઓ આચરતા હોવા અંગેની તપાસ દરમ્યાન મળેલ માહીતી આધારે પોલીસ ટીમ દિલ્હી ખાતે તપાસમાં મોકલવામાં આવી હતી.જ્યાંથી મો.અર્શદ રઝા જમીદાર ન્યુ દિલ્હી મુળગામ ધરમઇ,થાના-ઇટીયાથોભ,પોસ્ટ-દેવરીયા અલાવલ,જી-ગોંડા યુ.પી અને મધુમહેશ કિશનલાલ શર્મા રહે-હાલ 204,ત્રીજા માળે, બાલાજી ઇન્કલેવ, ગ્રેટર નોઇડા,થાના-બિસરત,જી-ગાઝીયા બાદ યુ.પી મુળ દિલ્હીને શોધી કાઢી સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે..
આરોપીઓ પાસેથી પોલીસે JUST DIAL માંથી મેળવેલ જુદા જુદા પોલીસી હોલ્ડરોના કુલ 10 EXCEL શીટમાં 34252 નામો ના ડેટા છે.અલગ અલગ બેંકની પાસબુકો નંગ-૭ અલગ અલગ બેંક ખાતાની ચેકબુકો, જુદી જુદી કંપનીના સીમકાર્ડ નંગ-૪ નંગ-૧૬, અલગ અલગ બેંકના ડેબીટ કાર્ડ નંગ-૧૫, મોબાઇલ ફોન નંગ-૯, HP કંપનીનું લેપટોપ આરોપી મો.અર્શદ રઝા જમીદાર મો.ખાન નાઓ દિલ્હી ઇન્દરાપુરમ ખાતે MAR સર્વિસીસ ના નામથી કોલ સેન્ટર ચલાવી જુદા જુદા વિમા ધારકોના મોબાઇલ નંબર નામ/સરનામા ની વિગત JUST DIAL ના માધ્યમથી મેળવી પોતે અમીતકુમાર શર્મા નામથી તેમજ બીજા અલગ અલગ નામો થી ફોન કરી ગ્રાહકોને તેમના વિમાના ફસાયેલા નાણા કઢાવી આપવા માટેની લોભામણી લાલચો આપી ઓનલાઇન પોર્ટલ જેવા કે,BHIM UPI PHONE PAY,નું સુપરવિઝન કરતી સંસ્થા NPCI (નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા) ના નામથી ફેક લેટર મોકલી ગ્રાહકોના રૂપિયા પોતાના મળતીયાઓના એકાઉન્ટમાં જમા કરાવતાં હતા..
જે પૈસા જમા થતાની સાથે જ તુરંત જ પોતાના પાસે કામે રાખેલ વ્યકિતઓ મારફતે વીડ્રો કરાવી લેતાં હતા.આ રીતે આરોપીએ આજ સુધીમાં અંદાજીત બે થી ત્રણ કરોડ રૂપીયા છેતરપીંડીથી મેળવ્યા હતા.મધુ મહેશ કિશનલાલ શર્મા ની ઉપરોકત આરોપી સાથે સંપર્કમાં રહી આરોપીના કહ્યા મુજબ તમામ બેંક એકાઉન્ટો પોતાના નામે ફેક એડ્રેસ ઉપર ખોલાવી તે એકાઉન્ટસ માં જમા થતી રકમો અંગે આરોપી મો.અર્શદ રઝા ના કહ્યા મુજબ વીડ્રો કરી સદર રકમ ઉપરોકત આરોપીને પહોંચાડતી હોવાનું તપાસમાં ખુલ્યું છે આ મામલે પોલીસ આ ગોટાળો મોટો હોય ઝીણવટભરી તપાસ કરી રહી છે.