My samachar.in:-સુરત
સુરત શહેરમાં સતત વાહન ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે આ વાહન ચોરને પકડી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. જેમાં ભૂતકાળમાં પકડાયેલા ચોર સાથે હાલમાં વાહનચોરીના રવાડે ચઢેલા હોય તેવા લોકોને પકડી પાડવા માટે પાટીદારનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું. ત્યારે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે અશ્વિની કુમાર રોડ પર આવેલા પુષ્પક સોસાયટીમાં રહેતા એક મકાન માલિક અને તેના ભાડુઆત બંને જણા મળીને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વાહન ચોરી કરે છે અને આ બંને આજે ત્રણ પાન વડ પાસે ભેગા થવાના છે. જે બાદ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આ બંને વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા..
ઝડપાયેલા દીપેશ દેવાની અને નીતિન ભાર્ગવ એક જ મકાનમાં રહે છે. દીપેશ મકાન માલિક છે જ્યારે નિતીન ભાર્ગવ ભાડુઆત છે, કોરોના કાળ બાદ તે ભાડું આપી શકતો હોવાને લઈને બંને જણાને પોતાના મોજશોખ પૂરા કરવા હતા. જેને લઈને તે વાહન ચોરી કરવાની શરૂઆત કરી હતી પોલીસે બંને આરોપીને ઝડપી પાડયા ત્યારે તેમની પાસેથી ત્રણ બુલેટ અને એક મોટરસાયકલ મળી સાત જેટલા વાહનો કબજે કર્યા હતા.પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે આરોપીની પૂછપરછમાં પોતાના મોજશોખ પૂરા કરવા માટે તે છેલ્લા છ મહિનાથી ચોરીનું કામ કરતા હોવાની કબૂલાત કરતાં પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.