My samachar.in:-સુરત
બેરોજગાર નોકરીવાંચ્છુક યુવાનોને ડેટા એન્ટ્રીનું કામ આપવાના બહાને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી પેનલ્ટી તેમજ નામદાર કોર્ટના નામે ધમકાવી ઓનલાઇન પૈસા પડાવતી ભેજાબાજ ગેંગને મુદ્દામાલ સાથે સાયબર ક્રાઇમ પોલીસ આણંદ દ્વારા ઝડપી પાડવામાં આવી છે,ઘરે બેઠા ડેટા એન્ટ્રી કરી પૈસા કમાવો જે વેબસાઇટ https://form-plus.in ની જાહેરાત ઉપરથી Form Plus નામથી ઇમેઇલ એડ્રેસ [email protected] ઉપરથી ઇમેઇલ મોકલી અરજદારને યુઝર તથા પાસવર્ડ મોકલી આપી પાંચ દિવસમાં 500 જેટલા ફોર્મ ભરવાની શરતે ડેટા એન્ટ્રીનું કામ ચાલુ કરાવી અરજદારને મો.નં. 9091426131 તથા હેલ્પ લાઇન મો.નં. 8695178372 ઉપરથી ફોન કરી ફોર્મમાં ખામી દર્શાવી પેનલ્ટીના રૂ.4000 ની માંગણી કરેલ જેથી અરજદારએ કામ નહિ કરવાનું જણાવતા અરજદારને નામદાર દિલ્હી ત્રીસ હજારી કોર્ટ તથા અન્ય કોર્ટોના નામથી લીગલ પ્રોસીઝરની ધમકીઓ આપી કુલ રૂ.44,100/- ભરાવી છેતરપિંડી કરવામાં આવેલ…
જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ દ્રારા ફરીયાદના આધારે ખૂબ જ મોટા પ્રમાણમાં ડેટાનો ટેકનીકલ એનાલીસીસ કરવામાં આવેલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ. ગેંગ દ્વારા હજારો બેરોજગાર યુવાનોને નોકરી/વર્ક આપવાના બહાને ઓનલાઇન છેતરપિંડી કરેલાનું તપાસ દરમ્યાન જણાયેલપકડાયેલ આરોપીઓ વિકી જયેશભાઇ શાહ સુરત, અશોકભાઇ ભગવાનભાઇ વિસાવે, જયેશ શામ પાટીલ, આકાશ બાબુભાઇ બેડસે સુરત અલગ અલગ કંપનીઓના સીમકાર્ડ તથા અલગ અલગ કંપનીઓના મોબાઇલ ફોનનો ઉપયોગ કરી અલગ અલગ કંપનીઓ તથા કોર્ટના ફેક ઇમેઇલ એડ્રેસો બનાવી લોકોને ધમકીઓ આપ પડાવવાની ટેવવાળા છે…
જેમાં સૌપ્રથમ Quiker.com પરથી નોકરી વાંચ્છુક ઉમેદવારોને ઓનલાઇન મુકેલ બાયોડેટામાંથી તેઓના મોબાઇલ નંબરો ઓનલાઇન ખરીદ કરી સૌપ્રથમ યુવાનોને મોબાઇલ ઉપર સંપર્ક કરી ઓનલાઇન ડેટા એન્ટ્રી ઘેર બેઠા કરવા માટેના કામની/નોકરીની ઓફર કરી યુવાનો પૈકી જે કામ કરવા ઇચ્છા ધરાવતા હોય તેઓનું ઇમેઇલ આઇડી મેળવી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી તેઓને એગ્રીમેન્ટની નકલો ઇમેઇલ ઉપર મોકલાવી કન્ફર્મેશન કરવામાં આવતુ ત્યારબાદ તેઓને User ID & Password આપી ફેક વેબસાઇટ ઉપર પાંચ દિવસ માટે ડેટા એન્ટ્રીનું કામ આપવામાં આવતુ જે ફેક હોય ખરેખર એવું કોઇ કામ થતુ ન હોય જેથી તેઓની પાંચ દિવસ બાદ ભૂલો કાઢી પેનલ્ટીના નામે પૈસા પડાવવામાં આવતા હતા અને કોઇ પેનલ્ટી ભરવા તૈયાર ન થાય તો તેને ત્રીસ હજારી કોર્ટ દિલ્હી તથા અન્ય કોર્ટોના નામે ઇમેઇલ ઉપર ખોટી નોટીસો મોકલી ભય પેદા કરી લાખો રૂપિયા પડાવતા હતા. સદર ચીટીંગમાં તેઓ ઓનલાઇન પૈસા અલગ અલગ વોલેટો દ્વારા ડમી એકાઉન્ટોમાં પાંચ થી દશ જગ્યાઓમાં ટ્રાન્ફર કરી પૈસા ઉપાડી લેતા હતા. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી લેપટોપ – 02, કોમ્પ્યુટર સીસ્ટમ – 02, મોબાઇલ નંગ – 19, ઇન્ટરનેટ (ટીપી લીન્ક) રાઉટર -02, કુલ મુદ્દામાલ 1,35,500/-.વગેરે પણ કબજે કર્યા છે.