My samachar.in:-સુરત
ભ્રષ્ટાચાર મુક્ત રાજ્યની વાતો વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી એક બાદ એક વિભાગના લાંચિયાઓ લાંચ લેતા એસીબીને હાથ ઝડપાઈ જાય છે, એવામા ગતરોજ પણ આરટીઓમાં ચાલતા વહીવટના પર્દાફાશ સમાન આરટીઓ ઇન્સ્પેકટર અને વચેટિયાને એક લાખના વહીવટમાં એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી પાડ્યા છે.સુરત ના બારડોલી આરટીઓ કચેરી ખાતે અરજદારોને મોટર ડ્રાઇવીંગ તાલીમ આપી લાયસન્સ મેળવવાના ફોર વ્હીલ ગાડીના ટેસ્ટ માટે દોઢ લાખની લાંચ માગવામાં આવી હતી.જોકે, રકઝકના અંતે આરટીઓ ઈન્સ્ટપેક્ટર વર્ગ-2 અમિત યાદવ અને તેના મળતીયા ખાનગી વ્યક્તિ નીકુંજ પટેલ દ્વારા એક લાખની લાંચ આરટીઓ કચેરી ખાતે જ લેવામાં આવી હતી. જેથી એસીબીએ છટકુ ગોઠવીને બન્નેને રંગેહાથ ઝડપી લઈ ફરિયાદ દાખલ કરી છે.
આ કેસમાં ફરીયાદી પોતાની મોટર ડ્રાઇવીંગ સ્કુલ ચલાવતાં હોય, જેમાં ફરીયાદી અરજદારોને મોટર ડ્રાઇવીંગ તાલીમ આપી લાયસન્સ મેળવવાના ફોર વ્હીલ ગાડીના ટેસ્ટ માટે બારડોલી આર.ટી.ઓ. કચેરી ખાતે લઇ જતાં હોય છે, જેમાં એસીબીને હાથ ઝડપાયેલા અમિત રામપ્યારે યાદ મોટ વ્હીકલ ઈન્સ્પેક્ટર નાએ ફરીયાદી પાસે અરજદારોને ડ્રાઇવીંગ ટેસ્ટમાં પાસ કરી લાયસન્સ કાઢી આપવાના કામ માટે રૂા.દોઢ લાખની માંગણી કરી હતી.આ લાંચની રકમ આરોપી નીકુંજકુમાર નરેશભાઈ પટેલ આરટીઓ એજન્ટ ખાનગી વ્યકતિને આપી દેવા જણાવ્યું હતું.જેથી ફરીયાદીએ આરોપી નીકુંજ પટેલને વાત કરી લાંચની રકમ ઓછી કરવા જણાવતાં રકઝકના અંતે લાખ રૂપિયા લેવા સંમત થયા હતાં.
લાંચની રકમ ફરીયાદી આરોપીઓને આપવા માંગતા ન હોય, એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ આરોપીઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ લાવ્યા બાબતેની ખાત્રી કરી, આરોપી ઈન્સપેક્ટરના કહેવાથી આરોપી એજન્ટે ફરીયાદી પાસેથી લાંચની રકમ લાખ રૂપિયા માંગણી કરી, સ્વીકારી બંન્ને આરોપીઓ એકબીજાના મેળાપીપણામાં લાંચના છટકા દરમ્યાન પકડાઇ ગયા હતાં. જેથી ગુનો નોધી વધુ તપાસ હાથ ધરાઈ છે.