My samachar.in:-સુરત
રાજ્યના યુવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસની અમુક અંશે ખરડાયેલી છબી સુધરે અને પોલીસ વિભાગને પણ લોકો ચાહે તે માટે વારંવાર વિભાગ અને અધિકારીઓ કર્મચારીઓના વર્તન માં સુધારો આવે તેના માટે ટકોર કરતા રહે છે, આવી જ વધુ એક ટકોર આજે સુરતમાં “ભવિષ્ય” કેન્દ્રના લોકાર્પણના કાર્યક્રમમાં પણ હર્ષ સંઘવીએ કરી છે,તેવોએ સ્પષ્ટ કર્યું કે નાગરિકો સાથે ગેરવર્તન નહીં ચલાવી લેવામાં આવે. પાસપોર્ટ કે સામાન્ય કામ માટે પોલીસ સ્ટેશન આવતા લોકો સાથે કોઈપણ ગેરવર્તન જરાપણ ચલાવી લેવામાં આવશે નહિ,રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ પોતાની શાનમાં સમજી માટે તેવોએ કહ્યું કે નાગરિકો સાથે કોઈ ગેરવર્તન થશે અને મને જાણ થશે તો હું પગલાં ભરીશ. હું ઉચ્ચ અધિકારી કોઈ પણ હોય…તેમની સામે પગલાં ભરીશ. તેમણે આગળ કહ્યું કે,
જેટલો સમય હોય તેટલા જ વ્યક્તિઓને બોલવામાં આવે અને કામગીરી કરવામાં આવે.તેમણે અમુક દ્રષ્ટાંતો આપતા અધિકારીઓને કહ્યું કે, મોબાઈલ ફોનની ચોરી થાય કે પછી પાસપોર્ટનું કામ હોય. નાગરિકોને બીજો ધક્કો ન ખાવો પડે તેવી વ્યવસ્થા કરો કા તો નાગરિકોને એપોઈમેન્ટ આપવામાં આવે જેથી તેમને હાલાકી ન પડે. જો આ પ્રકારની ફરિયાદ કોઈ ઉચ્ચ અધિકારીઓને મળે જે રીતે આપણે આપણા તમામ સ્ટાફને સારુ કામ કરતા બીરદાવીએ છીએ અને જો આ પ્રકારનો ગેર વ્યવહાર સમાજના કોઈપણ નાગરિક જોડે થાય અને મારા સુધી આ વાત પહોંચશે તો હું પગલા ભરીશ આમ આજે હર્ષ સંઘવીએ લોકહિતમાં અધિકારીઓ કર્મચારીઓને કરેલ ટકોરની અસર કેટલી થશે તે જોવાનું છે.