• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, June 8, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

લીવઇનમાં રહેતા પ્રેમીએ મહિલાની હત્યા નીપજાવી હોવાનો ખુલાસો

My Samachar by My Samachar
March 16, 2022
in સુરત
Reading Time: 1 min read
A A
લીવઇનમાં રહેતા પ્રેમીએ મહિલાની હત્યા નીપજાવી હોવાનો ખુલાસો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-સુરત:

સુરત શહેર ક્રાઈમ શહેર બની રહ્યું છે, દિવસને દિવસે હત્યાની વધી રહેલી ઘટનાઓથી સુરત શહેરની સુરત ક્યાંક ને ક્યાંક બગડી રહી હોય તેમ પણ લાગે છે, એવામાં ગતરોજ એક મહિલાની હત્યાની ઘટના સામે આવી હતી જેનો ભેદ ઉકેલી નાખવામાં પોલીસને સફળતા મળી છે, વાત એવી છે કે સુરતના કાપોદ્રામાં લિવ ઈનમાં રહેતી મહિલાના ઘરમાં અજાણ્યા શખ્સે ઘૂસીને મહિલાના ગળાના ભાગે ઘા ઝીંકી નાસી ગયો હોવાનો બનાવ સામે આવ્યો હતો. જોકે, આ હત્યા લિવ ઈનમાં રહેતા પ્રેમીએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. કાપોદ્રામાં સમ્રાટ સોસાયટી પાસે ગૌતમ પાર્કમાં પ્રકાશ રણછોડ પટેલ રહે છે. પત્ની આશા છેલ્લા સાડા ત્રણ વર્ષથી અલગ રહે છે. ડિવોર્સ માટે તેમનો કેસ હજી ચાલી રહ્યો છે. બીજી તરફ છેલ્લા ત્રણેક વર્ષથી પ્રકાશ સ્નેહલતા સાથે ગૌતમ પાર્કમાં રહે છે. બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. સ્નેહલતા મૂળ નેપાળી છે. તેમને સંતાનમાં એક વર્ષની દીકરી પણ છે. પ્રકાશ ઝેરોક્ષ મશીનના રીપેરીંગ અને સ્પેરપાર્ટનું કામ કરે છે.

પ્રકાશ રોજ સવારે ટિફિન લઈને ઘરેથી દુકાને નીકળે છે. રોજ બપોરે સ્નેહલતા સાથે વીડિયો કોલ પર વાત કરે છે. ક્યારેક સ્નેહલતા પ્રકાશને ફોન કરતી ક્યારેક પ્રકાશ સ્નેહલતાને ફોન કરતો હતો. ગતરોજ મંગળવારે સ્નેહલતાનો ફોન નહીં આવતા પ્રકાશે સ્નેહલતાને ફોન કર્યો હતો પણ ફોન બંધ બતાવતો હતો. તેથી પ્રકાશે પડોશીને ફોન કરીને સ્નેહલતાનો ફોન શા માટે બંધ આવે છે તેની તપાસ કરવા કહ્યું હતું. પડોશીએ ઘરે જઈ તપાસ કરતા તે ચોંકી ગયા હતા. સ્નેહલતા લોહીના ખાબોચિયામાં પડેલી હતી. તેથી પ્રકાશને જાણ કરી હતી. પ્રકાશ તત્કાલિક ઘરે આવી ગયો હતો. પોલીસે તપાસ કરતા લિવ ઈનમાં રહેતો પ્રકાશ જ શંકાના દાયરામાં આવ્યો હતો. પ્રકાશે જ હત્યા કરી જુઠ્ઠાણું ફેલાવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્નેહલતાની હત્યામાં પ્રકાશની અટકાયત કરી વધુ પૂછપરછ કરી રહી છે.

જો કે પોલીસના જણાવ્યા પ્રમાણે આ હત્યા  લિવ ઈનમાં રહેતા પ્રેમીએ જ કરી હોવાની કબૂલાત આપી છે. જે હથિયારથી મહિલાની હત્યા કરી હતી તે ક્યાં ફેક્યું છે તેની પણ માહિતી આપી છે. વધુ તપાસ ચાલી રહી છે. મહિલા મૂળ નેપાળની છે. મહિલા છેલ્લે મુંબઈ રહેતી હતી ત્યારે પ્રકાશના સંપર્કમાં આપી હતી. મૃતક મહિલા સ્નેહલતા છેલ્લા ત્રણ વર્ષથી હત્યાના આરોપી પ્રકાશ સાથે રહેતી હતી. સ્નેહલતા પ્રકાશને કહેતી હતી કે, તમે જે સંપત્તિ ખરીદ્યો છો તે મારા નામ પર ખરીદવાની. દરમિયાન જમીનના રૂપિયા આવ્યા તેમાંથી મુંબઈમાં સ્નેહલતાના નામે એક ઘર પણ લીધું હતું. જ્યારે સુરતમાં હાલ જે ઘરમાં રહે છે તે પણ સ્નેહલતાના નામે છે. જોકે, સ્નેહલતાની માગણીઓ વધી જતા ઝઘડાઓ ચાલતા હતા. જેથી પ્રકાશે સ્નેહલતાની હત્યા કરી હોવાની કબૂલાત આપી છે.

સવારે 9:30થી 9:45 વાગ્યાના અરસામાં સ્નેહલતા ઘરમાં મંદિર સામે બેઠી હતી અને ભગવાનની પૂજા કરતી હતી ત્યારે પ્રકાશે પાછળથી ચપ્પુ લઈને આવી સ્નેહલતાના ગળાના ભાગે બેથી ત્રણ ઘા મારી તેની હત્યા કરી ચપ્પુ તેની સાથે લઈને જ ઘરેથી નીકળી ગયો હતો. આ ચપ્પુ ખાંડબજાર ગરનાળા પાસે સર્વોદર બેંકની નજીકમાં ફેંકી દીધું હતું. પોલીસે ગતરોજ મોડીરાત્રે સ્નેહલતાની હત્યા માટે વપરાયેલ ચપ્પુ પણ ખાંડબજાર ગરનાળા પાસેથી જપ્ત કર્યું છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

June 7, 2025
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

June 7, 2025
જામનગર શહેર-જિલ્લાને રૂ.430 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું

જામનગર શહેર-જિલ્લાને રૂ.430 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું

June 7, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરની હવાની ક્વોલિટી સુધારવા માટે થશે રૂ. 20 કરોડનો ખર્ચ..

June 7, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

June 7, 2025
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

June 7, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®