Mysamachar.in-સુરત:
દમણથી સુરત આવતી એક ખાનગી લકઝરી બસમાં આવતા પેસેન્જરો જે પોતાની પાસે રહેલા બેગની અંદર અલગ અલગ રીતે વિદેશી દારૂની સંતાડીને લઈને આવી રહ્યા હતા તેમને પોલીસે પકડી પાડ્યા હતાં. આ સાથે કેટલાક પેસનેજરો તો પીધેલી હાલતમાં પણ મળી આવતા પોલીસે તમામ વિદેશી દારૂ અને લકઝરી બસ કબ્જે કરી તપાસ શરૂ કરી છે.ટુરીસ્ટ લક્ઝરી બસ જીજે-14-વી-5506માં કેટલાક લોકો મહુવા ગોળીગઢ બાપાના મંદિરેથી દમણ જઈ ત્યાંથી દારૂ લાવે છે. જેથી નિયોલ ચેક પોસ્ટ પાસે બસને રોકી તપાસ કરતા ડ્રાયવર ભરત મેપા સોલંકી પાસે દારૂની 5 બાટલી મળી હતી. ક્લિનર બબલુ કુસ્વાહ અને અરવિંદ ટાંક પાસે પણ બોટલો મળી હતી. બસમાં 52 પ્રવાસી પૈકી 7 મહિલા હતી, જે તમામ દારૂ પીધેલી હતી. 45 પુરૂષ પ્રવાસીની બેગ ચેક કરતા દારૂની બાટલી મળી હતી.45 પ્રવાસી, ડ્રાયવર અને 2 ક્લિનર પાસે દારૂ-બીયરની 265 બાટલી-ટીન કબજે કરી હતી. જેની કિંમત 46 હજાર થાય છે. પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરીને દારૂ ઉપરાંત 8 લાખની બસ કબજે કરી હતી.