Mysamachar.in-સુરત:
એક બાદ એક લાંચીયાઓ એસીબીના છટકામાં આવી રહ્યા છે, તેવામાં સુરતમાં પણ એસીબીને સફળતા મળી છે, જેમાં એસીબી પાસે જે ફરીયાદી પહોચ્યા હતા તેની ઓફીસમાં લાઇટબીલ ભરેલ ન હોવાથી DGVCL યોગીચોક સબ ડીવિઝન કચેરીના અધિકારીઓ ઓફીસમાંથી મીટરપેટી કાઢીને લઇ ગયેલ હોય જે મીટરપેટી ફરીથી લગાવી આપી લાઇટ ચાલુ કરી આપવા માટે આ કામના મિતેશકુમાર હરીશચંદ્ર પસ્તાગીયા, નાયબ ઇજનેર, વર્ગ-1, સબ ડીવીઝન, યોગીચોક, DGVCL, વરાછા સુરત નાએ ફરીયાદી પાસે રૂ.35,000 ની લાંચની માંગણી કરી અને લાંચની રકમ યોગેશભાઇ લીમજીભાઇ પટેલ, ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટ, વર્ગ-3,સબ ડીવીઝન, યોગીચોક, વરાછા સુરત ને આપવા જણાવેલ જે આધારે તેણે ફરીયાદી પાસે રૂ.35,000 ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય જેથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરેલ અને એસીબીએ ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકું ગોઠવતા આ કામના યોગેશે લાંચની રકમ વિજયભાઇ ભીખાભાઇ પરમાર નામના ખાનગી વ્યક્તિને આપવા જણાવતા તેણે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ.35,000 સ્વીકારી ઉપરોકત ત્રણેય આરોપીઓ એકબીજાની મદદગારી કરતા એસીબીએ ઝડપી પાડ્યા હતા.