Mysamachar.in-સુરત:
રાજ્યમાં દિનપ્રતિદિન લાંચિયા બાબુઓની સંખ્યા સતત ને સતત વધી રહી છે, એવામાં સુરત જિલ્લાના માંગરોળમાં મારા મારીના કેસમાં મામલતદાર સમક્ષ હાજર કરવા બદલ લાંચ પેટે 4 હજારની માગણી કરનાર માંગરોળ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને એસીબીએ રંગેહાથે ઝડપી પાડ્યો છે. મારા મારીના કેસમાં સગા વિરુધ્ધમા માંગરોળ પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ હતી. જેની તપાસના કામે ફરીયાદી અને તેના સગાને તા 12 મી ના રોજ અટકાયતી પગલા લેવાની કાર્યવાહી કરી મામલતદાર સમક્ષ રજૂ કરવાના અવેજ પેટે 4 હજારની લાંચની માંગણી કરાઈ હોવાની કૃતિયાદ મળતા એસીબીએ કામગીરી શરૂ કરી હતી.તપાસમાં લાંચ માગનાર પ્રવિણસિંહ શાંતુભા ગોહીલ માંગરોળ પોલીસ સ્ટેશન જીલ્લો-સુરત ગ્રામ્યનો કર્મચારી છે. એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતાં આરોપી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 4 હજારની લાંચની રકમ સ્વીકારતા પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં જ ઝડપાઈ ગયા બાદ એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.