Mysamachar.in-સુરત:
31 ડીસેમ્બર જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દારૂના જ્ત્થાઓ ઝડપાઈ જવાનો સિલસિલો ચાલુ થશે, ત્યારે વાત સુરતની કરવામાં આવે તો અહી પોલીસે અનોખી રીતે થઇ રહેલ દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. ડિસેમ્બરનું હેરાફેરી કરનાર શખ્સોએ મિનરલ વોટરના બાટલાની આડમાં દારૂની હેરાફેરી શરુ કરી છે. SOG પોલીસે સુરતના ગોડાદરા વિસ્તારમાંથી દારૂનાં જથ્થા સાથે બે વ્યક્તિની ધરપકડ કરી હતી.
SOG પોલીસે જણાવ્યું હતું કે ઓપરેશન બાતમીના આધારે સફળ બનાવાયું હતું. પાણીની બોટલ સપ્લાય કરતા ઈસમો અન્યની મદદથી દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાની માહિતી મળતા પોલીસે ચોક્કસ લોકેશન ટ્રેસ કરી વોચ ગોઠવી હતી. એટલું જ નહીં પણ ટેમ્પાને ઉભો રાખી તપાસ કરતા પાણીના કેરબામાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ટેમ્પા ચાલક અંબાલાલ મેવાડા અને દિનેશ મેવાડાની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી. આ બંને ઈસમો મિનરલ વોટરના ટેમ્પોમાં મૂકેલાં કેરબામાં દારૂની હેરાફેરી કરી રોકડી કરી લેતા હતા. કેરબામાં મૂકેલી 29120ની કિંમતની 56 બોટલ મળી આવી હતી.