Mysamachar.in-સુરત:
દિવાળીના દિવસે દિવાળીની રાત્રે જ પાંડેસરાના વડોદ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ અને બળાત્કાર કરવાના ઇરાદે કર્યું હતું. મુળ બિહારના જહાનાબાદવતની અને આરોપી ગુરૂકુમાર મધેશ યાદવે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ તેની હત્યા કરીને મૃતદેહને ઝાડી ઝાંખરામાં મૃતદેહ ફેંકી દીધો હતો. આ અંગે ફરિયાદ બાદ પોલીસે પણ ગુનાને ગંભીરતાથી લેતા તાબડતોબ કાર્યવાહી કરી હતી. પોર્ન વીડિયો જોઇને માસૂમ અઢી વર્ષની બાળકીની સાથે બળાત્કાર અને બાદમાં હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.અને કોર્ટે આ કેસમાં ગણતરીની દિવસોમાં જ આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી અને આરોપીને ફાંસીની સજાનો હુકમ કર્યો છે.
આ ચકચારી કેસમાં પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ પણ લીધા હતાં. બાદમાં લાજપોર જેલમાં મોકલી આપ્યો છે. પોલીસે સાત દિવસમાં જ આ કેસની તપાસ પૂરીને સુરતની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ સાથે મુખ્ય જિલ્લા સરકારી વકીલએ અલગ અલગ 43 દસ્તાવેજી પૂરાવાનું લિસ્ટ તૈયાર કર્યું હતુ અને તેને કોર્ટમાં રજૂ કર્યું હતું. આ સાથે જ આરોપીને પણ કોર્ટમાં હાજર રાખવામાં આવ્યો હતો.પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મની હિચકારી હત્યા કેસમાં પોકસો કોર્ટે આરોપીને ફાંસીને સજા ફટકારી છે અને પરિવારજનોને 20 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
સુરતની નામાદાર સેશન્સ કોર્ટે આરોપી ગુડડુ કુમારને ફાંસીની સજા ફરમાવાઈ છે. ગુજરાતના ઈતિહાસનો સૌથી ઝડપી ચુકાદો છે. કોર્ટે માત્ર 29 દિવસમાં ફાંસીની સજા ફટકારી છે. સરકારી વકીલે નામાદાર કોર્ટમાં ચાલેલી કાર્યવાહી વિશે જણાવ્યું હતું કે, દિવાળીના દિવસે આ ઘટના બની હતી. અઢી વર્ષની બાળકીનું તેના ઘર આગળથી અપહરણ કરીને બળાત્કાર કરી હત્યા કરી નાંખી હતી. પોલીસે બાળકીને શોધવા માટે 100થી વધુ ટીમો બનાવી હતી. 8મી તારીખે આરોપી પકડાયો હતો અને પુછપરછમાં આખો ગુનોની હકીકત સામે આવી હતી. આ કેસમાં 42 જેટલા લોકોની જુબાની લેવામાં આવી હતી. ત્યારબાદ બન્ને પક્ષોની દલીલો સાંભળવામાં આવી હતી અને સોમવારે પોક્સો કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, આરોપીની સજા માટે સરકાર તરફથી મે રજૂઆત કરી, આરોપી તરફી પણ રજૂઆત કરાઈ હતી. 31 જેટલા જજમેન્ટો નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.. ગુનો ગંભીર રીતે આચર્યો છે, બર્બરતા પૂર્વક બાળકી સાથે વ્યવહાર કરવામાં આવ્યો અને તેના આંતરિક અંગો પણ બહાર નીકળી આવ્યા હતા. તેના શરીરમાં જીવાતો પડી હતી. આરોપી લાશને જંગલમાં ફેંકી આવવામાં આવ્યો હતો. જેની ગંભીરતાને જોતા રેર ઓફ ધ રેસ કેસમાં આ કેસ ગણવામાં આવ્યો. અને આજે નામાદાર સેશન્સ કોર્ટમાં જજે આરોપીને ઈન્ડિયન પીનલ કોડની કલમ 302, અને 376 (એ)બી), 363, હેઠળ સુનાવણી કરી છે અને સજા સંભળાવી છે.
આ સજા ગુજરાત હાઈકોર્ટના હુકમને કોન્ફર્મ કરીને તેને આધીન રહેશે. આ ઉપરાંત આરોપીને કલમ 376 હેઠળ આજીવન જીવે ત્યાં સુધી જેલમાં રહેવું પડશે. કલમ 363, 366 એમાં પણ સજા સંભળાવી છે. આ ઉપરાંત આરોપીને દંડ પણ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, બાળકી તો આપણી વચ્ચે ઉપસ્થિત નથી, તેની ખોટ તો આપણે પુરી શકીએ તેમ નથી. પરંતુ મહંદ અંશે આશ્વાસન રૂપે પરિવારજનોને મદદ થવા 20 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. આ સારો ચુકાદો છે. સમાજ માટે દાખલારૂપ ચુકાદો છે. હવે મહિલાઓ રાજ્યમાં સુરક્ષિત મહેસૂસ કરશે. આરોપી મોબાઇલમાં પોર્ન વીડિયો જોયા બાદ ઘરના આંગણામાં રમી રહેલી બાળકી પર નજર બગાડીને તેનું અપહરણ કરી બદકામ કર્યું હતું. બાદમાં તેણે કબૂલાત પણ કરી હતી. આરોપીએ અપહરણ કર્યાના ગણતરીના કલાકમાં જ દુષ્કર્મ આચરી જધન્ય કૃત્ય આચાર્યું હતું.