Mysamachar.in-સુરત:
રાજ્યના મેટ્રો સિટીમાં ચાલતા કેટલાય મોટા મોટા મોલમાં સ્પાની આડમાં ના થવાના ધંધાઓનો અનેકવાર પર્દાફાશ થઇ ચુક્યો છે, ત્યારે સુરત શહેરમાં વધુ એક વખત જાણીતા મોલમાં સ્પાની આડમાં એક કૂટણખાનું ઝડપાયું છે, પોલીસ કૂટણખાનામાં કામ કરતી વિદેશી યુવતીઓ પણ મળી આવી હતી,સુરત શહેરના પીપલોદના ઇસ્કોન મોલમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર સુરત પોલીસ મિસિંગ સેલની રેડ પડતા ભાગદોડનો માહોલ ઉભો થયો હતો. પોલીસે 5 લલના અને 2 ગ્રાહક સહિત એક સંચાલક અને એક માલિકની કરી ધરપડક કરી આગળની તપાસ હાથ ધરી છે.પોલીસે જણાવ્યું હતું કે, રેડ બાતમીના આધારે પાડવામાં આવી હતી. બ્રાન્ડેડ શો રૂમવાળા મોલમાં સ્પાની આડમાં કુટણખાનું ચાલી રહ્યું હોવાનું અને ગ્રાહકો પાસે પૈસા ખંખેરાય રહ્યા હોવાનું જાણવા મળતા આયોજન કરી તમામને રંગેહાથે પકડી પાડવા પોલીસે ગુપ્ત રેડ કરી હતી.બાતમીના આધારે કરાયેલી આ રેડમાં 5 લલના ઝડપાઈ ગઈ હતી. પોલીસે હાલ સંચાલક અને શોપ માલિકની પણ ધરપકડ કરી છે. યુવતીઓ ક્યાં દેશ કે રાજ્યની છે એની તપાસ હાથ ધરી છે.