Mysamachar.in-અમદાવાદ
આજકાલ કેટલાય પરિવારો અને યુવતીઓ એવું વિચારતી હોય છે કે તે વિદેશમાં પરણીને જશે તો ત્યાં સુખી જીવન વિતાવી શકશે પણ આવું દરેક કિસ્સાઓમાં હોતું નથી, વિદેશોમાં પરણવાના અભરખા રાખનાર યુવતીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેના પરથી વિદેશ પરણવા ઇચ્છતી યુવતીઓ માટે ચેતવા જેવું જરૂર થી છે, વાત અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારની એક યુવતીની છે જે લગ્ન કરીને કેનેડામાં સુખી સંસાર માંડવા પતિ સાથે કેનેડા ગઇ હતી. પરંતુ ત્યાં તેના પતિએ હેરાન પરેશાન કરતા પરિણીતાને કેનેડા ખાતે શેલ્ટર હોમમાં રહેવાની ફરજ પડી હતી. જો કે, તેની પાસે ઇન્ડીયા આવવા માટે એરટિકીટના પૈસા ન હોવાથી પરિણીતાના પિતાએ એરટિકીટ મોકલી હતી.અને તે માંડ માંડ ઇન્ડિયા પરત ફરી…
ચાંદલોડીયામાં રહેતી મનિષાએ લગ્ન કર્યા તે વખતે તેના સસરાએ બિઝનેસમાં નુકસાન થયુ હોવાનુ કહીને રૂપિયા 10 લાખ મનિષાના પિતા પાસેથી લીધા હતા. લગ્ન બાદ મનીષા 2015માં પતિ સાથે કેનેડા ગઈ હતી. જ્યાં ઠંડી લાગતા પતિએ ગરમ કપડાં અપાવવાની ના પાડી પોતાના જુના જેકેટ પહેરવા જણાવ્યું હતું. પતિએ તારો એક રૃપિયાનો ખર્ચ હું નહીં ઉપાડું તારે જાતે જ બધુ કરવાનું. બાદમાં મનીષા ગર્ભવતી થતાં પતિએ બાળક રાખવાની ના પાડી ને દિયરે દવા મોકલી હતી. તે દવા પતિએ આપી ગર્ભ પડાવી નાખ્યો હતો.
જો કે, સાસુ અને નણંદ પતિ દિપકને મનિષાનો પગાર લઇ કહેતા હતા. જો કે, પગાર આપવાની મનિષાએ ના પાડતા પતિ મારઝૂડ કરતો હતો. બાદમાં પતિએ મનિષાના બેન્ક એકાઉન્ટમાં રહેલા 13400 ડોલર ઉપાડીને માત્ર ચાર ડોલર રહેવા દિઘા હતા. તેથી મનિષાએ કેનેડામાં પતિ વિરૃદ્ધ ફરીયાદ કરી હતી. પત્નિને કેનેડામાં શેલ્ટર હોમમાં રહેવાની પણ ફરજ પડી હતી અને અવારનવાર સાસરિયાપક્ષના લોકો લાખોની માંગની કરતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જો કે હાલ તો ફરિયાદ બાદ પોલીસે તપાસ શરુ કરી છે.