Mysamachar.in-અમદાવાદ:
રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં અને ખાસ કરી મેટ્રોસીટીમાં સાયબર ક્રાઇમના ગુન્હાઓમાં સતત વધારો થઈ રહ્યો છે,અને તેમાય મહિલાઓને લગત કિસ્સાઓની સંખ્યા નોંધપાત્ર છે એવામાં અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે,આંબાવાડી વિસ્તારમાં રહેતી ૫૧ વર્ષીય પરિણીતાનો કોન્ટેક્ટ નંબર કોઇ પણ રીતે મેળવીને એક યુવક હેરાન કરતો હોય પરિણીતાને વોટ્સએપ પર ફોન,મેસેજ અને વીડિયોકોલ કરીને હેરાન કરનાર યુવકની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે,
મહિલાને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ,કોલ,ફોટા અને વીડિયો કોલ આવતા હતાં.તેનો જવાબ પરિણીતા ન આપે ત્યારે તે મેસેજ કરીને તેની સાથે વાત કરવાનું કહેતો હતો.અજાણ્યા નંબર પરથી મેસેજ,કોલને કારણે પરિણીતા હેરાન પરેશાન થઇ જવાં પામી હતી.આખરે મહિલાએ કંટાળી જઇ ને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી,
ફરિયાદ બાદ સાયબર ક્રાઇમની ટીમે આ અંગે તપાસ હાથ ધરતા ઘણાં તથ્યો બહાર આવ્યાં હતાં.મહિલા ને પરેશાન કરનારો આ યુવક મૂળ એમ.પી નો હોવાનું અને હાલમાં અમદાવાદમાં રહેતો હોવાનું સામે આવતા પોલીસે રાજકુમાર નામના શખ્સની ધરપકડ કરી લીધી છે,આરોપીએ સોશ્યલ મીડિયામાં એક ગ્રુપમાંથી પરિણીતાનો નંબર મેળવીને તેને આ રીતે પરેશાન કરતો હોવાનું સામે આવ્યું છે.