Mysamachar.in-જામનગર
જામનગરમા જે રીતે દહેશત સેવાતી હતી તે મુજબ આજે ઘણા વિસ્તારોમા પાણી કાપ છે,કેમ કે નર્મદા લાઇનમા ફોલ્ટ આવ્યો છે,આ ગંભીર પરિસ્થિતિ શરૂ થઇ છે,પરંતુ સતાવાળાઓ તો મો વકાસીને બેઠા છે કેમકે જળાશયો ડુકી ગયા તળ ડુકી ગયા હવે પાણી ક્યાથી લાવે?રાજ્યકક્ષાની પાણી સમીક્ષાની મિટીંગ જામનગરમા યોજાઇ ત્યારે એક પ્રશ્ન પાણી પુરવઠા સચિવે ઉઠાવ્યો હતો કે નર્મદાનુ પાણી ન આવે તો શું કરશો?ત્યારેય અધિકારીઓ માથુ ખંજવાળતા હતા,

વળી આજની સ્થિતિ જેવુ તો અવાર-નવાર થાય તો…આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી પરિસ્થિતિ…અને ચોમાસુ ક્યારે શરૂ થાય એ પણ કેવુ થાય એ બધી જ અનિયમિતતા વચ્ચે પાણી વગર નગરજનોની હાલાકી યથાવત રહે તે સમશ્યા મોટી છે.જ્યા નળ જોડાણ આપી શકાયા છે તે સિવાય તો બોરકુવા ઉપર નભતા નગરના અનેક વિસ્તારોની હાલાંકી તો અલગ છે..જો કે આ લખાય છે ત્યાં સુધી મનપાના વોટરવર્કસના અધિકારી બોખાણીએ જણાવ્યું છે કે કાલથી જે વિસ્તારમાં કાપ છે ત્યાં પણ પાણી નિયમિત થઇ જશે..પણ આ સ્થિતિ એટલું સ્પષ્ટ કરે છે કે નર્મદાના નીર સિવાય જામનગરનો કોઈ આધાર નથી તે નરી વાસ્તવિકતા છે.
