mysamachar.in-જામનગર
જામનગર ખંભાળિયા હાઈવે પર લાખાબાવળ ગામ નજીક અંદાજે બે વર્ષ પૂર્વે સેવન સીઝન રિસોર્ટ નું નિર્માણ થયું હતું અને જોતજોતામાં આ રિસોર્ટ સારી એવી ખ્યાતી પણ મેળવી છે,પણ જામનગરમા છેલ્લા કેટલાક દિવસોથી લોકમુખે ચર્ચાઓ એવી થઇ રહી છે કે આ રિસોર્ટના ભાગીદારો વચ્ચે વિવાદ ઉભો થયાનો મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે,
અદ્યતન સુવિધાઓ સાથેના આ રિસોર્ટના ભાગીદારોમા કોઈ બાબતને લઈને કઈક વિવાદ ઉભો થયાની ચર્ચાએ જામનગરમાં જોર પકડ્યું છે,અને તેમાં પણ સમાધાનના પ્રયાસો પણ જામનગરના નામાંકિત લોકોની હાજરીમાં થયા છે,પણ લગભગ આ સમાધાન શક્ય બન્યું નથી અને વિવાદ વધુ વકર્યો છે,તેવામા આ રિસોર્ટમાં અંદાજે ૨૦૦ જેટલા આજીવન સભ્યો જેને સભ્ય બનવા માટે આપેલ ૩ લાખ જેવી ફી અને ૭૦૦ જેટલા વાર્ષિક સભ્યોએ આપેલ ૫૦૦૦ જેટલી ફી આ રિસોર્ટમાં ભરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે,
આમ જામનગરની ભાગોળે આવેલ નામાંકિત રિસોર્ટનો વિવાદ આગામી સમયમાં સમી જાય તો ઠીક છે અન્યથા શું થશે તે જોવાનું રહેશે..
શું કહે છે ડિરેક્ટર લાખા કેશવાલા..
જે રીતે લોકમુખે સેવન સીઝન રિસોર્ટના વિવાદની ચર્ચાઓ ચાલી રહી છે તે અંગે જયારે રિસોર્ટના ડિરેક્ટર લાખાભાઈ કેશવાલાની mysamachar.in ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવો એ કહ્યું કે રિસોર્ટ ને લઈને કોઈ વિવાદ નથી,અને રિસોર્ટ નું કામકાજ રાબેતામુજબ ચાલી રહ્યું છે,કોઈ હિતશત્રુઓ અફવા ફેલાવવા માટે આ કારસ્તાન કરી રહ્યા છે,અને અમારા ત્રણ પાર્ટનરો વચ્ચે પણ કોઈ વિવાદ નથી અને આગામી સમયમાં પણ રિસોર્ટ યથાવત સ્થિતિમા રહેશે તેવું લાખાભાઈ કેશવાલા એ જણાવ્યું હતું..
શું કહે છે ડિરેક્ટર ઉપેન્દ્ર અંથવાલ..
લોકમુખે ચર્ચાઈ રહેલ આ ચર્ચાઓ બાદ સેવન સીઝન રિસોર્ટના બીજા ડિરેક્ટર ઉપેન્દ્ર અંથવાલ ની mysamachar.in દ્વારા ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ ભાગીદારો વચ્ચે વિવાદ હોવાની વાતને સમર્થન આપતા કહ્યું કે છેલ્લા આઠ માસથી રિસોર્ટમા સતત નુકશાની થવાને કારણે મતભેદો થઇ રહ્યા છે,અને આ રિસોર્ટ કા હું સંભાળી લઉં અથવા જે બે પાર્ટનરો છે તે સંભાળી લે તો મને વાંધો નથી,પરંતુ નામાંકિત બિલ્ડર મધ્યસ્થી થવા છતાં આ પ્રશ્નનો ઉકેલ ના આવતા મેં રિસોર્ટના તમામ સભ્યોને મારા નંબર પરથી મેસેજ કરીને સત્ય હકીકત થી વાકેફ કરાવ્યા છે.ઉપરાંત ગામની પણ ઘણી ઉધારી ચુકવવાની બાકી છે ત્યારે આ રિસોર્ટ ખોટ કરતુ હોવાના કારણે અમારા ભાગીદારો વચ્ચે મતભેદ ઉભા થયાની વાત ને તેવોએ સમર્થન આપ્યું હતું.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.