mysamachar.in-જામનગર
એક મહિલા માટે લગ્નજીવન બાદ સંતાનસુખ થી મોટું કોઈ લક્ષ્ય જિંદગીમાં હોતું નથી પણ બદલતા જમાનાની સાથે બદલતી ટેવો,ઉપરાંત પણ કેટલાય એવા કારણો જોવા મળતા હોય છે કે જેને લીધે સંતાનપ્રાપ્તિ થઇ શકતી નથી,પણ આજનો યુગ આધુનિક ટેકનોલોજી નો યુગ છે ત્યારે નિઃસંતાન દંપતિઓ પણ બાળક પામી શકે તે માટે અમદાવાદ,મુંબઈ,દિલ્હી અને કલકતા ખાતે ડો.બાવીસી ફર્ટીલીટી ઇન્સ્ટીટયુટ કાર્યરત છે,જે નિઃસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિ માટેનું ઉતમ કેન્દ્ર હોવાનું અનેકવાર સ્પષ્ટ થઇ ચૂક્યું છે,ત્યારે ડો.બીવીશી ની ટીમને વધુ એક જ્વલંત કહી શકાય તેવી સફળતા મળી છે જેમાં જામનગર ના મહિલા એડવોકેટ શીતલબહેન ઠાકર ને ૧૦ કસુવાવડ અને ૨૨ આઈવીએફ બાદ બાળકીનો જન્મ થતા સમગ્ર ઠાકર પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે,
સામાન્ય રીતે કોઈપણ યુગલ વધુમાં વધુ પાંચ વખત આઈવીએફ કરાવે અને ધારી સફળતા ના મળે તો તે માનસિક અને શારીરિક રીતે પડી ભાંગતા હોય છે પણ મહિલા એડવોકેટ શીતલબહેન અને બેંકમાં ફરજ બજાવતા તેમના પતિ પ્રણવભાઈ એ અમદાવાદના ડો.બીવીશી પર સંપૂર્ણ ભરોષો છોડી અને કોઈપણ ભોગે સંતાનપ્રાપ્તિ ની ગાંઠ મનમાં બાંધી લીધી હતી,અને કદાચ એટલે જ છ વર્ષમાં ૨૨ આઈવીએફ ટ્રીટમેન્ટ અને ૧૦ કસુવાવડ થવા છતાં પણ ગત ૧૫ ઓગસ્ટના દિવસે શિતલબહેન અને પ્રણવભાઈ ને ઘરે લક્ષ્મીસ્વરૂપ દીકરી ડો.બાવીસી ફર્ટીલીટી ઇન્સ્ટીટયુટમા અવતરી જેનું પંક્તિ નામકરણ ઠાકર પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે,
બાવીસી ફર્ટીલીટી ઇન્સ્ટીટયુટના ડો.હીમાંશુ બાવીશી mysamachar.in ને જણાવે છે કે પરિણામો ના મળતા હોય એવામાં કેટલાય યુગલો નિરાશ થઇ જાય છે પણ ઇન્સ્ટીટ્યુટ ખાતે આવનાર દરેક નિરાશ થયેલ યુવકને આશાના કિરણનો ભાસ અમારી નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા કરાવવામાં આવે છે,અને અત્યાર સુધી કેટલાય નિઃસંતાન દંપતીઓ ને ચોક્કસ પ્રકારની સારવારના માધ્યમથી સંતાનપ્રાપ્તિ અમારી ઇન્સ્ટીટયુટ કરાવી ચૂક્યું છે,અને આ કિસ્સામાં પણ ૨૨ આઈવીએફ બાદ ઠાકર પરિવારને સંતાનપ્રાપ્તિ થતા પરિવારની સાથે સમગ્ર ટીમ પણ ગર્વનો અનુભવ કરે છે,
બાવીસી ફર્ટીલીટી ઇન્સ્ટીટયુટના ડો.ફાલ્ગુની બાવીસી mysamachar.in સાથે વાત કરતાં જણાવે છે કે ૨૨ જેટલા અઈવીએફ અને ૧૦ જેટલા કસુવાવડ એક મહિલા માટે બહુ જ પીડાદાયક હોય છે,જેનાથી એક મહિલાને ખુબ મોટો આઘાત પણ લાગતો હોય છે પણ ડોક્ટર બાવીસી ની ટીમે જે રીતે માર્ક કર્યું તે મુજબ શિતલબહેન ક્યારેય શારીરિક કે માનસીક હાર નહોતા માન્યા અને તેમણે હકારાત્મક પરિણામ પ્રાપ્ત કર્યું છે,
આમ આજના આધુનિક યુગમા આટઆટલી વખત કસુવાવડ અને આઈવીએફ ની જટિલ ટ્રીટમેન્ટ પછી ડો.બાવીસી ફર્ટીલીટી ઇન્સ્ટીટયુટના આંગણે થી વધુ એક નિઃસંતાન દંપતી જયારે પોતાની સાથે સંતાન લઈને પોતાને ઘરે જાય તેનો આનંદ જ શબ્દોમા વ્યક્ત થઇ શકે તેમ નથી.