Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા યાદવનગરમા કિશોરભાઈ કોળી ના ઘરે ચાલતા જુગારધામ પર એલસીબીએ દરોડો પાડી લાખોના મુદ્દામાલ સાથે સાત જુગારીઓને ઝડપી પાડ્યા છે, જયારે સાત ફરાર થઇ ગયા છે, આ રેઇડ થી સીટી સી ડીવીઝન પોલીસ ઊંઘતી ઝડપાઈ જવા પામી છે, આટલા મોટા જુગારધામ અંગે સ્થાનિક પોલીસ અજાણ હોવાનું માનવામાં આવે તેમ નથી.. જુગારધામ પર એલસીબીએ રેઇડ કરીને રોકડા ૨,૧૯,૪૦૦ અને ૧ લાખના મુદ્દામાલ સહીત ૩.૧૯.૪૦૦ ના મુદામાલ સાથે ૭ જુગારીઓને ઝડપી પાડ્યા છે, જયારે સાત ફરાર થઇ જવામાં સફળ રહ્યા છે,
-કોણ ઝડપાયું કોણ ફરાર..
-લાખાભાઈ ઉર્ફે લાખો દલુભાઈ ધારાણી
-જેનુલભાઈ મુસાભાઇ મંડોરીયા
-અંકિતભાઈ કેતનભાઇ નંદા
-રામભાઈ વિરમભાઈ અસુરા
-વિનોદભાઈ ઉર્ફે વિનુ મોબાઇલ ટેકચંદભાઈ
-ઈકબાલભાઈ પુંજાભાઈ ખફી
-ઈસુબભાઈ ઉર્ફે ઈશલો ગુલમામદ બાબવાણી
-ફરારી-યુનુસભાઇ ઇબ્રાહીમભાઇ સુમરા
-ફરારી-હેમંતભાઈ
-ફરારી-સુનીલભાઈ કનુભાઈ પાટીયા
-ફરારી-કચરાભાઈ લગધીરભાઈ ગઢવી
-ફરારી-અકબરભાઈ વાઘેર
-ફરારી-બાલી ભાનુશાળી
-ફરારી-કિશોરભાઈ માવજીભાઈ કોળી

























































