Mysamachar.in-જામનગર:
જામનગરની પ્રાઈમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ત્રણ દિવસ વર્કશોપ યોજાયો હતો. જેમાં તા.૧૨ ના રોજ નર્સરીથી ગ્રેડ-૨ ના નાના બાળકો તેમજ તેમના વાલીઓ માટે “ધ કેલીડોસ્કોપ ઓફ કલાસરૂમ” અંગેનો વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં “અર્લી ચાઈલ્ડ પ્રોગ્રામનો હોલીસ્ટીક વ્યુ” આપવામાં આવ્યો હતો. તા.૧૩ અને ૧૪ મે ના રોજ ગ્રેડ ૩ થી ૫ અને ૬ થી ૮ના બાળકો માટે “બેઝિક ઓફ રોબોટીક” નામનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો,આ વર્કશોપમાં બહોળી સંખ્યામાં બાળકો જોડાયા હતા. આ વર્કશોપમાં બાળકોએ પોતાની જાતે જ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા અને સાયન્સના સિદ્ધાંતોને પ્રેક્ટીકલી સમજ્યા હતા. આ સેમિનારમાં સાયન્સના એક્સપર્ટ પાસેથી પણ માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ બાળકોએ પોતાની જાતે જ મોડેલો તૈયારી કરી વિજ્ઞાનના ડિફિકલ્ટ લાગતા નિયમો તથા સિદ્ધાંતોને સાવ સરળ મેથડથી પોતાના મેળે જ ઈનોવેટીવ ક્રીએશનનો અનુભવ કર્યો હતો.
ઉપરોક્ત બંને સેમિનારોનનો હેતુ બાળકોમાં રહેલી વિચારશક્તિને બહાર લાવવા માટે યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં જ્ઞાન-ગમ્મત સાથે બાળકો એરોપ્લેન, રોબોટીક હેન્ડ, બલુન કાર, હાઇડ્રોલિક લિફ્ટ ક્રેન,વોટર ડીસ્પેન્ડર જેવા વિજ્ઞાનના સિદ્ધાંતોને લગત મોડેલો જાતે તૈયાર કર્યા હતાં. આ સેમિનારમાં એક્સપર્ટની સાથે પ્રાઈમ ઇન્ટરનેશનલ સ્કૂલની સમગ્ર ટીમે પણ ખૂબ જહેમત ઉઠાવીને આ સેમિનાર અને સફળ બનાવ્યો હતો.