Mysamachar.in-જામનગર:
પ્રવાસન ક્ષેત્રે જામનગરનું નામ દિનપ્રતિદિન આગળ વધતું જાય છે અને દેશ અને વિદેશના સહેલાણીઓ પણ આકર્ષાઈ રહ્યા છે. ત્યારે જિલ્લાના પર્યટકોને ભારતમાં તથા વિદેશના જાણીતા દેશની સહેલગાહે જવા માટે કયા મુદ્દાઓ સુચારુરૂપ બની રહે તે માટે તાજેતરમાં જ નવા રચાયેલા જામનગરના ટુર ઓપરેટર્સ એસોસિયેશન દ્વારા ટ્રાવેલ રોડ શોનો કન્સેપ્ટ અમલી બનાવ્યો હતો. જામનગરમાં આ ટુરિઝમ રોડ મેપ રજૂ કરીને જામનગરના પ્રવાસન સ્થળો અને દેશના અન્ય ભાગોના ફરવાલાયક સ્થળો તથા એબ્રોડ ટુરીઝમ વિશેનું પ્રેઝન્ટેશન કરાયું હતું,
તાજેતરમાં જામનગરના ટૂર ઓપરેટર સંગઠિત થયા છે અને જામનગરના પ્રવાસનને વધુ વિકસાવવા તથા જિલ્લા બહાર જતા લોકોને જરૂરી માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી ટુરિઝમ એક્સપ્લોર કરવાના પ્રયાસો શરૂ કરાયા છે. જેના ભાગરૂપે જામનગરમાં પ્રથમ વખત ટ્રાવેલ રોડ શોનું આયોજન કરાયું હતું, જેમાં બાલી, સિંગાપોર, માલદિવ્સ, શ્રીલંકાના ભારત સ્થિત પ્રતિનિધિઓ અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, ગુજરાતના હોટેલિયર્સ, ટુર ઓપરેટર્સે તેમના વિસ્તારના પેકેજીસનું પ્રેઝન્ટેશન કર્યું હતું. અંદાજે ૨૫થી વધુ બહારના પ્રતિનિધિઓ અને ૪૦થી વધુ જામનગરના આ વ્યવસાય સાથે સંકળાયેલાઓ સામેલ થયા હતા. જામનગરના નવા યુનિયનના પ્રમુખએ જણાવ્યું હતું કે, સંગઠન બનાવવાના કારણે સિઝનમાં ફરવા જતા લોકો સંદર્ભે પુરતી માહિતી રાખી શકાશે અને કોઈ સ્થળે આપતી જેવી સ્થિતિમાં પણ ઉપયોગી બની શકાશે. આ રોડ શોમાં વિઝા અને ટિકિટિંગને લગતા વ્યવસાયિકો પણ સામેલ થયા હતા.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.