Mysamachar.in-જામનગર:
Waypisi Events દ્વારા આયોજિત આદ્યશક્તિ નવરાત્રીને પણ જામનગરના લોકો હંમેશા સપોર્ટ કરતા આવ્યા છે, અને Waypisi પણ હંમેશા જામનગર ને કંઈક નવું આપવામાં સક્ષમ છે, ત્યારે જામનગરની જનતાને ફરીથી એક સુંદર “Kesudo The Holi Carnival” ની ઇવેન્ટ Waypisi દ્વારા યોજવામાં આવેલ છે, આયોજન દ્વારા પાસની આવકના ૫૦% પૈસા પુલવામાં થયેલ શહિદ જવાનો માટે ચેરિટી કરવામાં આવશે, તો જામનગરની જનતા ભરોસો કરીને કે Waypisiની ઇવેન્ટમાં ફરીથી ભાગ લેશે અને શહીદોને પણ સપોર્ટ કરશે,
અસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે, પ્રહલાદ અને હિરણ્યકશ્યપનો ઇતિહાસ બધા જાણીયે છીએ અને અસત્ય સામે સત્યની જીત માટે આપણે વર્ષોથી આ પરંપરા જાળવી રાખી છે, અને તાજેતરમાં પણ પાકિસ્તાનને ધૂળ ચટાવીને ફરીથી અસત્ય સામે સત્યની જીત નજરે જોઈ છે, ત્યારે આ વર્ષે દેશ માટે અને હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ ઉત્સવ મનાવીએ સાથે મળી અભિનંદનને અભિનંદન આપીને અને શહીદોને યાદ કરતા કરતા તેમના પરિવાર ને સપોર્ટ પણ કરીએ,
“Kesudo The Holi Carnival” તારીખ ૨૧ માર્ચ ધુળેટીના દિવસે સવારે ૯:00 થી બપોરે ૧:00 વાગ્યા સુધી છે, જેમાં ઓરીજનલ કેસુડો એ પહેલી વખત રૈન ડાન્સમાં ઉપયોગ થવાનો છે, સાથે સાથે ઓર્ગેનિક કલર, સ્ટેજ ,સાઉન્ડ, ઇન્ડિયન આઇડલ સિંગર- યુતિકા વર્મા, ઇન્ટરનૅશનલ ડીજે પરફોર્મર ડીજે હેમઝ અને તેના સથવારે ડીજે કિશન, ઇન્ડિયન આઇડલમાં જેને પોતાના ઢોલથી સમગ્ર ઇન્ડિયામાં જાણીતા એવા ખંભાળિયાના ફેમસ ઢોલી કાસમ કુંભિયા અને સમગ્ર ગુજરાતમાં જેને પોતાના ઢોલથી ધૂમ મચાવતા ઢોલી અસ્લમ એન્ડ અસ્લમ પણ ફાયર ડ્રમરથી આકર્ષણનું કેન્દ્ર બનશે, જોકર બની હંમેશા લોકોને હસાવતા અને રોવડાવતાં સમગ્ર ગુજરાતના ચહિતા જોકર સચિન પણ બાળકોની સાથે ખુબ મસ્તી કરાવવા જામનગર આવી રહ્યા છે, બાળકો પણ મન ભરીને ધુળેટીનો આનંદ લઇ શકે એના માટે પણ પ્લાનિંગ કર્યુ છે, સાથે સાથે વંદે માતરમના ગીત પર દેશના વીરો ને પણ યાદ કરવાનો મોક્કો પણ મળશે, અને ટીજીબીનું રજવાડું એટલે એક સુંદર મજાનું ગ્રીન લોન વાળું સ્થળ એટલે આ વર્ષની હોળી જામનગરવાસીઓ માટે યાદગાર બની રહેશે
સિંગલ પાસ રૂ.૨૫૦ અને કપલ પાસ ૪૫૦ સામાન્ય બજેટ પ્રમાણે જ રાખેલ છે. જેમાંથી ૫૦% શહીદોને જમા થવાના છે. નાસ્તો-ઠંડા પીણાં અને જમવા માટે TGB નું ફૂડઝોન બનાવેલું છે, અને એ પણ ખુબ વ્યાજબી ભાવથી ત્યાં બધી વસ્તુઓ મળવાની છે, જે પૈસા અલગથી ખર્ચ કરવાના છે પાસનું સામાન્ય બજેટ હોય તો પાસ માટે ઓનલાઇન bookmyshow.in માંથી એડવાન્સ બુક કરાવી શકાશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.