mysamachar.in-જામનગર:
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા જામનગર મનપાના મેયર પોતાની જવાબદારીમાંથી નિષ્ફળ ગયા હોવાના આક્ષેપ સાથે અને મનપામાં શહેરના પ્રાણ-પ્રશ્નો ઉકેલતા નથી, તેવા આક્ષેપ સાથે ગઇ કાલે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલ-બંગલા ખાતે જાહેરમાં મુંડન કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી જપાજપી કરી લાકડીઓથી હુમલા કરી પોલીસે પોતાનું વરવું પ્રદર્શન રજૂ કરેલ અને તેમાં ઘણા કોંગ્રેસી કાર્યકરોને ઇજાઓ પહોચી હતી,જે ઘટનામાં જવાબદાર પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ સામે યોગ્ય પગલાં લેવા આજે ધારાસભ્ય વિક્રમ માડમ,વલ્લભ ધારવિયા અને કોંગી આગેવાનો જીલ્લા પોલીસ વડા પાસે રજૂઆત અર્થે પહોચ્યા હતા,
રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે ગઇકાલે પોલીસ સરકારના ઇશારે ચાલીને કાર્યકરો અને આગેવાનો સાથે અશોભનીય વર્તન કર્યું છે,અને લોકશાહી ઢબે વિ રોધ કરી રહેલા કોંગી આગેવાનો અને કાર્યકરો પર પોલીસે લાઠીઓ વીંઝી અને વરવું સ્વરૂપ બતાવ્યુ છે,
આ કાર્યક્રમ દરમ્યાન લાલબંગલા સર્કલમાં પોલીસનો કાફલો આવીને અને પક્ષ દ્વારા કોઈ ગેર બંધારણીય કે ગેરકાયદેસર કામ ન થતું હોય છતાં પોલીસનો કાફલો વાહનો સાથે આવેલ જેથી વિરોધ કરવાનો બંધારણીય અધિકાર હોય જેથી કોંગ્રેસના કાર્યકરોમાં પોલીસને આ રીતે જોઈ ભયભીત થઈ જતાં કાર્યકરો ત્યાથી ચાલ્યા જાય તેવું ગેરબંધારણીય અને ગેરકાયદેસર કૃત્ય પોલીસ દ્વ્રારા શા માટે? ક્યા કાયદાની જોગવાઈ મુજબ અને કોના ઇશારે કરવામાં આવે છે તેનો કોઈ જવાબ પણ મળતો નથી,જેથી ના છૂટકે ન્યાયાલયનો સહારો લેવો પડે તેવી કોંગ્રેસના આગેવાનોએ ચીમકી પણ આપી છે,
ઉપરાંત કાર્યકરોને ગેરકાયદેસર અટકાયત કરેલ હોય જે ભારતીય ફોજદારી ધારા તળે ગુન્હો પણ બનતો હોય ત્યારે પ્રજાના રક્ષકો જ દ્વારા આવું ભક્ષક જેવુ કૃત્ય થતું હોય આ મામલે યોગ્ય થવા રજૂઆત કરાઇ છે.અને જો પોલીસ વડા દ્વ્રારા યોગ્ય કાર્યવાહી ના થાય તો કોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી છે,આમ ગઈકાલે પોલીસ એ કરેલ કાર્યવાહી ના ઘેરા પ્રત્યાઘાતો પડવાની શરૂઆત થઇ ચુકી હોય તેમ લાગી રહ્યું છે.