Mysamachar.in-સુરત:
ઉમરા વિસ્તારમાં આવેલી હોટલમાં મુંબઈની યુવતી પાસે વેશ્યાવૃતિ કરાવી સુરતના ત્રણ યુવકોએ રૂપિયા ન આપતા યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે,પોલીસે હ્યુમન ટ્રાફિકિંગનાં એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે,જેમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે,
સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં મુંબઈની એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે,જેમાં તેણે જણાવ્યું છે કે, તે મુંબઈ ખાતે રહે છે,અને પતિ સાથે ૨૦૦૭માં છૂટેછેડા થઈ ગયા હતા.તેમના પૂર્વ પતિથી એક દીકરો પણ છે,પોતાની આર્થિક પરિસ્થિતી સારી ન હોવાથી મુંબઈમાં અને બહાર ક્યારેક વેશ્યાવૃતિનો ધંધો કરે છે,
યુવતી ૪ જૂનના રોજ કારમાં સવારે સુરત આવી હતી,અને અર્જુને કહ્યું હતું કે,એક દિવસના ૧૨ હજાર રૂપિયા આપીશ.ત્યારબાદ બીગ બજારની સામે આવેલી એક હોટલમાં લઈ ગયા હતા.હોટલમાં કાઉન્ટર મેનેજરને નામ-સરનામુ લખાવી ૨૦૨ નંબરનો રૂમ આપ્યો હતો,અને બે દિવસ રોકાયેલી હતી. દરમિયાન અર્જુન અને રાજુએ અલગ અલગ ૮ જેટલા ગ્રાહકો મોકલ્યા હતા.અને મારી મરજીથી શરીર સંબંધ બાંધ્યા હતા,
જેથી બે દિવસના ૨૪ હજાર અર્જુન પાસેથી લેવાના હતા.અને મારે મુંબઈ પરત જવાનું હોવાથી રૂપિયાની માંગણી કરી હતી.જોકે, આપવાની મનાઈ કરી દીધી હતી,જેથી અર્જુન,રાજુ અને હોટલ કાઉન્ટર મેનેજર વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.અને પોલીસે હ્યુમન ટ્રાફિકિંગનાં એક્ટ હેઠળ ગુનો નોંધી એકની ધરપકડ કરી છે,જ્યારે અન્ય બે ની શોધખોળ હાથ ધરી છે.