ચારધામોમાં નું સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા દેવભૂમિદ્વારકા જીલ્લા માં આવેલ છે..દ્વારકા ની સાથે સાથે જ દ્વારકા થી થોડે દુર આવેલ બેટ દ્વારકા માં પણ યાત્રિકો નો ભારે ધસારો આ વિસ્તારોમાં આવેલ ધાર્મિક સ્થળો ને કારણે જોવા મળે છે…ત્યારે ઓખા અને બેટદ્વારકા વચ્ચે પરિભ્રમણ માટે બોટનો મુસાફરો મોટી સંખ્યામાં ઉપયોગ કરતાં હોય છે..ફેરીબોટ સર્વિસ નું ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા નિયત કરેલ ચાર્જ પેસેન્જર દીઠ એક તરફ નું ભાડું ૮ રૂપિયા નક્કી કરવામાં આવેલ છે..જેને અંદાજિત ૧૨ વર્ષ જેટલો સમય થયો છે..અને ૧૨ વર્ષમાં કુદકે ને ભૂસકે વધી રહેલ મોંઘવારી ફેરીબોટના ચાલકો ને પર બેવડા ભારણ સમાન બની જતા હાલના સંજોગોમા ફેરીબોટ ચલાવવા ને લઈને કેટલાય પ્રશ્નો છેલ્લા કેટલાય સમયથી ઉદભવ્યા છે..
બેટદ્વારકા માં ૧૫૦ જેટલી ફેરીબોટોચાલે છે.અને એક બોટ ભરાઈ ચુક્યા બાદ એ જ બોટ નો ફરી વખત પેસેન્જર ભરવા માટે વારો ૩ થી ૪ દિવસ બાદ આવે છે…એક બોટમાં અંદાજીત ચાર જેટલા લોકો કામ કરતાં હોય છે ત્યારે કારમી મોંઘવારીમાં બોટ ચલાવવી લોઢાના ચણા ચાવવા સમાન છે,એવામાં બોટમાં કામ કરતાં મજૂરોનો પગાર,ડીઝલ અને મેઇન્ટેનન્સ ને બાદ કરતાં માંડ માંડ માલિકને હાથ ૪૦૦ રૂપિયા જેટલી બચત થતી હોય છે,એવામાં આઠ રૂપિયામાં ફેરીબોટ કઈ રીતે ચાલી શકે તે પ્રશ્ન ઉઠવો દરેક ને સ્વાભાવિક છે..ત્યારે ફેરીબોટો દ્વારા નિયત કેપેસીટી કરતાં વધુ પેસેન્જરો અને વધુ ચાર્જ લેવામાં આવતો હોવાની ફરિયાદો પણ અનેકવાર ઉઠી છે.અને ખુદ ફેરીબોટ એસોસિએશનના પ્રમુખ એ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે..
કારમી મોંઘવારી,ડીઝલના સતત વધી રહેલા ભાવો,તંત્ર દ્વારા નિયત કરવામાં આવેલ ઓછા ભાડા અને બોટમાલિકોની મજબુરી વચ્ચે કયાંક ને ક્યાંક ફેરી બોટ સર્વિસમાં નિયમોનો પણ ઉલાળિયો થતો હોય તેમ ફેરીબોટસર્વિસ માં મુસાફરી કરતાં યાત્રિકોનું માનવા સાથે વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે..
-મેરીટાઈમ બોર્ડને ભાડા વધારવા કેટલીય રજુઆતો કરી:અલ્લાના હસન થૈયમ:પ્રમુખ:ઓખાબેટ યાત્રિક સેવાફેરી બોટ એસો
Mysamachar.in એ ફેરીબોટ એસોસિએશન ના પ્રમુખ સાથે વાતચીત કરી ત્યારે તેમને કહ્યું કે અમારા ફેરીબોટ એસોસિએશન દ્વારા ભાડા વધારવાને લઈને અનેક વખત લેખિત અને મૌખિક જીએમબી,પ્રાંત અધિકારી,દ્વારકા મામલતદાર અને કલેકટર સુધી ની રજૂઆતો કરાઈ છે કે જે નિયત કરેલ ભાડાઓ છે તેમાં વધારો કરવામાં આવે..પણ ભાડા વધારવાની કાર્યવાહી ક્યારે થશે તે ખબર નથી..પણ હાલના સમયમા આઠ રૂપિયાના ૧૦ રૂપિયા અને કેપેસીટી થી ૧૦ પેસેન્જરો વધારે થાય તો જ બોટ ચલાવવી પોસાઈ શકે તેમ હોવાનો સ્વીકાર પણ થૈયમએ કર્યો..
ભાડાવધારવાની રજૂઆત વડી કચેરી ને મોકલાઈ છે:રાકેશ મિશ્રા:પોર્ટઓફિસર:ઓખા:ગુજ.મેરીટાઈમ બોર્ડ
Mysamachar.in એ આ સમગ્ર મામલે ઓખાના પોર્ટ ઓફિસર રાકેશ મિશ્રા સાથે ટેલીફોનીક વાતચીત કરી ત્યારે તેવો એ ફેરી બોટ એસોસિએશનની રજુઆતો મળી હોવાની સાથે રજૂઆતને વડી કચેરી ખાતે યોગ્ય થવા માટે મોકલી અપાઈ છે.અને સરકાર આ અંગેનો નિર્ણય કરશે,તો બોટમાલિકો દ્વારા વધુ પેસેન્જરો ભરવા,નિયતકરેલ ભાડા થી વધુ ભાડું લેવા સહિતની બાબતો જયારે જ્યારે સામે આવે છે ત્યારે સમયાંતરે જરૂરી દંડનીય કાર્યવાહી અને પગલાઓ મેરીટાઈમ બોર્ડ દ્વારા જે-તે બોટમાલિકો સામે ભરવામાં આવે છે.