• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, May 13, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ઓખાની ફેરી બોટ સર્વિસ,ઓછા ભાડા,મોટી મજબુરી અને નિયમોનો ઉલાળિયો…!!!!

My Samachar by My Samachar
May 30, 2018
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
ઓખાની ફેરી બોટ સર્વિસ,ઓછા ભાડા,મોટી મજબુરી અને નિયમોનો ઉલાળિયો…!!!!
Share on WhatsAppShare on FacebookShare on Twitter

ચારધામોમાં નું સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા દેવભૂમિદ્વારકા જીલ્લા માં આવેલ છે..દ્વારકા ની સાથે સાથે જ દ્વારકા થી થોડે દુર આવેલ બેટ દ્વારકા માં પણ યાત્રિકો નો ભારે ધસારો આ વિસ્તારોમાં આવેલ ધાર્મિક સ્થળો ને કારણે જોવા મળે છે…ત્યારે ઓખા અને બેટદ્વારકા વચ્ચે પરિભ્રમણ માટે બોટનો મુસાફરો મોટી સંખ્યામાં ઉપયોગ કરતાં હોય છે..ફેરીબોટ સર્વિસ નું ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા નિયત કરેલ ચાર્જ પેસેન્જર દીઠ એક તરફ નું ભાડું ૮ રૂપિયા નક્કી કરવામાં આવેલ છે..જેને અંદાજિત ૧૨ વર્ષ જેટલો સમય થયો છે..અને ૧૨ વર્ષમાં કુદકે ને ભૂસકે વધી રહેલ મોંઘવારી ફેરીબોટના ચાલકો ને પર બેવડા ભારણ સમાન બની જતા હાલના સંજોગોમા ફેરીબોટ ચલાવવા ને લઈને કેટલાય પ્રશ્નો છેલ્લા કેટલાય સમયથી ઉદભવ્યા છે..

બેટદ્વારકા માં ૧૫૦ જેટલી  ફેરીબોટોચાલે છે.અને એક બોટ ભરાઈ ચુક્યા બાદ એ જ બોટ નો ફરી વખત પેસેન્જર ભરવા માટે વારો ૩ થી ૪ દિવસ બાદ આવે છે…એક બોટમાં અંદાજીત ચાર જેટલા લોકો કામ કરતાં હોય છે ત્યારે કારમી મોંઘવારીમાં બોટ ચલાવવી લોઢાના ચણા ચાવવા સમાન છે,એવામાં બોટમાં કામ કરતાં મજૂરોનો પગાર,ડીઝલ અને મેઇન્ટેનન્સ ને બાદ કરતાં માંડ માંડ માલિકને હાથ ૪૦૦ રૂપિયા જેટલી બચત થતી હોય છે,એવામાં આઠ રૂપિયામાં ફેરીબોટ કઈ રીતે ચાલી શકે તે પ્રશ્ન ઉઠવો દરેક ને સ્વાભાવિક છે..ત્યારે ફેરીબોટો દ્વારા નિયત કેપેસીટી કરતાં વધુ પેસેન્જરો અને વધુ ચાર્જ લેવામાં આવતો હોવાની ફરિયાદો પણ અનેકવાર ઉઠી છે.અને ખુદ ફેરીબોટ એસોસિએશનના પ્રમુખ એ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે..

કારમી મોંઘવારી,ડીઝલના સતત વધી રહેલા ભાવો,તંત્ર  દ્વારા નિયત કરવામાં આવેલ ઓછા ભાડા અને બોટમાલિકોની મજબુરી વચ્ચે કયાંક ને ક્યાંક ફેરી બોટ સર્વિસમાં નિયમોનો પણ ઉલાળિયો થતો હોય તેમ ફેરીબોટસર્વિસ માં મુસાફરી કરતાં  યાત્રિકોનું માનવા સાથે વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે..

-મેરીટાઈમ બોર્ડને ભાડા વધારવા કેટલીય રજુઆતો કરી:અલ્લાના હસન થૈયમ:પ્રમુખ:ઓખાબેટ યાત્રિક સેવાફેરી બોટ એસો

Mysamachar.in એ ફેરીબોટ એસોસિએશન ના પ્રમુખ સાથે વાતચીત કરી ત્યારે તેમને કહ્યું કે અમારા ફેરીબોટ એસોસિએશન દ્વારા ભાડા વધારવાને લઈને અનેક વખત લેખિત અને મૌખિક જીએમબી,પ્રાંત અધિકારી,દ્વારકા મામલતદાર અને કલેકટર સુધી ની રજૂઆતો કરાઈ છે કે જે નિયત કરેલ ભાડાઓ છે તેમાં વધારો કરવામાં આવે..પણ ભાડા વધારવાની કાર્યવાહી ક્યારે થશે તે ખબર નથી..પણ હાલના સમયમા આઠ રૂપિયાના ૧૦ રૂપિયા અને કેપેસીટી  થી ૧૦ પેસેન્જરો વધારે થાય  તો જ બોટ ચલાવવી પોસાઈ શકે તેમ હોવાનો સ્વીકાર પણ થૈયમએ કર્યો..

ભાડાવધારવાની રજૂઆત વડી કચેરી ને મોકલાઈ છે:રાકેશ મિશ્રા:પોર્ટઓફિસર:ઓખા:ગુજ.મેરીટાઈમ બોર્ડ

Mysamachar.in એ આ સમગ્ર મામલે ઓખાના પોર્ટ ઓફિસર રાકેશ મિશ્રા સાથે ટેલીફોનીક વાતચીત કરી ત્યારે તેવો એ ફેરી બોટ એસોસિએશનની રજુઆતો મળી હોવાની સાથે રજૂઆતને વડી કચેરી ખાતે યોગ્ય થવા માટે મોકલી અપાઈ છે.અને સરકાર આ અંગેનો નિર્ણય કરશે,તો બોટમાલિકો દ્વારા વધુ પેસેન્જરો ભરવા,નિયતકરેલ ભાડા થી વધુ ભાડું લેવા સહિતની બાબતો જયારે જ્યારે સામે આવે છે ત્યારે સમયાંતરે જરૂરી દંડનીય કાર્યવાહી અને પગલાઓ મેરીટાઈમ બોર્ડ દ્વારા જે-તે બોટમાલિકો સામે  ભરવામાં આવે છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

તમામ શાળાઓને ફાયર સેફટી મુદ્દે આદેશ થયો છે કે…

જામનગરમાં ધારો કે કોઈ ખાનગી શાળામાં ‘આગ’ લાગે તો…?!

May 13, 2025
જામનગરમાં આ DP કપાત દાયકાઓથી પડતર: ફરી નોટિસ…

જામનગરમાં ફરી આ વર્ષે પણ, જર્જરીત મકાનોને નોટિસ આપવાની રૂટિન કવાયત…

May 13, 2025
દારૂના કેસમાં જલ્દી કોર્ટમાં રજુ કરવા માંગી હતી લાંચ, હેડ કોન્સ્ટેબલ ઝડપાયો, મહિલા PSIની શોધખોળ 

ખાણખનીજ વિભાગની કચેરી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ, એકીસાથે 4 ACBની અડફેટ ચઢી ગયા

May 13, 2025
‘ખોટાં સર્ટિ.’ ના આધારે સરકારી નોકરીઓ મેળવવામાં માસ્ટર માઇન્ડ પરિવાર !!

‘ખોટાં સર્ટિ.’ ના આધારે સરકારી નોકરીઓ મેળવવામાં માસ્ટર માઇન્ડ પરિવાર !!

May 13, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

તમામ શાળાઓને ફાયર સેફટી મુદ્દે આદેશ થયો છે કે…

જામનગરમાં ધારો કે કોઈ ખાનગી શાળામાં ‘આગ’ લાગે તો…?!

May 13, 2025
જામનગરમાં આ DP કપાત દાયકાઓથી પડતર: ફરી નોટિસ…

જામનગરમાં ફરી આ વર્ષે પણ, જર્જરીત મકાનોને નોટિસ આપવાની રૂટિન કવાયત…

May 13, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®