Mysamachar.in-જામનગર:
પોતાની પાસે રેલ્વે તેમજ પવનચક્કીનુ કામ હોય તેમ કહી અસલ આર.સી.બુક તેમજ ગાડીના અસલ ડોકયુમેન્ટ ગાડી માલીક પાસેથી મેળવી ભાડા કરાર કરી આપી ગાડી લઇ જઇ તે ગાડીઓ અન્ય માણસો પાસે કેટલાય વાહનમાલિકોની જાણ બહાર ગીરવે અથવા વેચાણ કરી આપી કેટલાય વાહનમાલિકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરનાર એક ઈસમને જામનગર સી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો છે.
સીટી સી ડીવીઝન પોલીસ ઇન્સ્પેકટર પી.એલ.વાઘેલા અને એન.એ.ચાવડાના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ કે.આર.સીસોદીયા તથા સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ ટીમોને મળેલ હકીકત આધારે જામનગર શહેરમાંથી રામભાઇ વેરશીભાઇ કારીયા ધંધો. ડ્રાઇવીંગને અલગ અલગ કંપની અને અલગ માલિકોની ફોર વ્હીલ કાર 23 જેની કીમત 38 લાખ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે
આરોપીઓ દ્વારા ગાડી માલીકોને તેમની ગાડી પવનચક્કી તથા રેલ્વેમાં ભાડાથી મુકવાની ચાલચ આપી ગાડી તથા ગાડીના ઓરીઝનલ ડોક્યુમેન્ટ મેળવી લઇ વાહન માલીકની ગાડી બીજા વ્યક્તિઓ પાસે ગીરવે મુકી અથવા વહેચાણ કરી મુળ માલીકો સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરેલ હોય વધુ તપાસ પોલીસ દ્વારા ચલાવી આ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.