Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતના રાજ્યપાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ગુજરાતની વર્તમાન પંદરમી વિધાનસભાનું આઠમું સત્ર આગામી 16 ફેબ્રુઆરીએ બજેટસત્ર તરીકે શરૂ કરવામાં આવશે અને સત્રના બીજા દિવસે 17મી એ રાજ્યનું બજેટ રજૂ થશે. સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ ગૃહને સંબોધન કરશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સત્રની વિગતો જાહેર કરતાં કહ્યું: નાણાંમંત્રી વર્ષ 2026-27 નું બજેટ રજૂ કરશે. બજેટની સાથેસાથે, વર્ષ 2011-12, 2014-15, 2015-16 અને 2018-19 ના વધારાના ખર્ચના પૂરક પત્રકો પણ રજૂ કરવામાં આવશે. જેમાં 2025-26ના પૂરક પત્રકો પણ રજૂ થશે.
આ બજેટસત્ર 25 માર્ચ સુધી ચાલશે, 23 દિવસમાં કુલ 26 બેઠક થશે. રાજ્યપાલના સંબોધન પર ચર્ચાઓ કરવા 3 બેઠક, સરકારી કામકાજ અને વિધેયકો માટે 4 બેઠક અને નાણાંકીય કામકાજ માટે 18 બેઠક તેમાંથી 4 બેઠક બજેટ સંબંધિત ચર્ચાઓ માટે. બિનસરકારી કામકાજ માટે 6 બેઠક. સત્રમાં પ્રશ્નોની સૂચનાઓ સભ્યો માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે કરવામાં આવશે. વિધાનસભાની વેબસાઈટ પર આ બજેટસત્ર સંબંધે તમામ વિગતો જાહેર કરવામાં આવી છે.
























































