Mysamachar.in-વડોદરા:
વડોદરા જિલ્લાના સાવલી નજીક સાવલી-સાંકરદા રોડ પર, બાવાની મઢી ચાયડા ગામ પાસે કાલે શુક્રવારે સવારે 10:30 આસપાસ, મુસાફરો ભરેલાં એક આઈસર ટેમ્પો અને એક ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 ના મોત અને 30 લોકોને ઈજાઓ થઈ હોવાનું જાહેર થયું હતું. ત્યારબાદ, આ ઈજાગ્રસ્તો પૈકી વધુ 3 ના મોત થતાં આ અકસ્માતનો કુલ મૃતકાંક વધીને 5 થઈ ગયો છે.
આ ટેમ્પોમાં બેઠેલાં 35 થી વધુ મુસાફરો બાબરી પ્રસંગમાં હાજરી આપવા, મામેરૂં લઈ આણંદના અડાસથી નટવરનગર તરફ જઈ રહ્યા હતાં ત્યારે, આ અકસ્માત સર્જાતા આ પરિવારનો મંગલ પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. આ અકસ્માતમાં ઘાયલોને વડોદરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવા કુલ એક ડઝન 108 એમ્બ્યુલન્સની મદદ લેવી પડી હતી. કાલે સાંજે ત્રણ ઘાયલોનાં સારવારમાં મોત થતાં મૃતકાંક પાંચ થયો છે.