mysamachar.in-જામનગર
નોટબંધી અને જીએસટી એ જામનગરના બ્રાસ ઉદ્યોગની કમર ભાંગી નાખી છે,એવામાં છેલ્લા કેટલાક સમયથી અમુક કારખાનેદારો માંડ કરીને પોતાનું ગાડું ગબડાવી રહ્યા છો તો અમુક કારખાનેદારો જેમ તેમ કરી ને મંદીના ગ્રહણમા થી બહાર આવી રહ્યા છે,પણ જે બહાર નથી આવી રહ્યા તેમાંના એક એ મંદીને કારણે આપઘાત કરી લેતા ઉદ્યોગનગરમાં ચકચાર જાગી છે,
જામનગરના જકાતનાકા વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા હરીલાલ ગૌરીશંકર ભોગાયતા નામના આઘેડ એ ગઈકાલે ગળાફાંસો ખાઈ અને પોતાની જિંદગીનો અંત આણી લીધો છે,હરીલાલ ના મોત બાદ એક સ્યુસાઈડ નોટ પણ પોલીસ ને મળી આવી છે જેમાં મંદીને કારણે હરીલાલ એ વ્યાજવટાવનો ધંધો કરતાં ત્રણ લોકો પાસેથી વ્યાજે નાણા મેળવ્યા હોવાનું સામે આવી રહ્યું છે…
હરીલાલ પર વ્યાજખોરો નું દબાણ અને બીજી બાજુ મંદી એમ બને વચ્ચે પીસાઈ ચુકેલા હરીલાલ એ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે,જો કે મળી આવેલ સ્યુસાઈડ નોટમાં વ્યાજખોરોના નામો છે કે કેમ તે અંગે પોલીસ એ કોઈ ફોળ પાડવા ના માંગતી હોય તેમ લાગી રહ્યું છે.