Mysamachar.in-જામનગર:
શ્રી સત્કર્મ મિત્ર મંડળ જામનગર દ્વારા સતત ચોથા વર્ષે પણ જામનગર લોહાણા સમાજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ડિસ્કાઉન્ટ રેટ થી નોટબુક, સ્ટેશનરી, સ્કૂલના બુટ-મોજા, સ્કુલ બેગ,વોટર બેગ, લંચ બોક્સ તથા અન્ય સ્ટેશનરી ખૂબ જ ડિસ્કાઉન્ટ રેટથી, ફોર્મ બહાર પાડી અને પરત મેળવેલ , આ વર્ષે 900 થી વધારે ફોર્મ ભરાયેલ અને તેની અલગ અલગ કીટ 65થી વધારે કાર્યકર્તાઓએ આ સેવા કાર્ય માટે સતત 25 દિવસના સમયગાળામાં તૈયાર કરેલ અને તેનું વિતરણ તારીખ તા.27/04/ 2025ના રવિવારના રોજ ગાંધીનગર રોડ,વિશ્વકર્મા બાગ ખાતે રાખવામાં આવેલ હતું,
અહી રાખવામાં આવેલ તમામ સ્ટોલનો પણ બહોળી સંખ્યામાં લોહાણા સમાજના વિદ્યાર્થીઓએ લાભ લીધેલ. તેમાં દાતાઓ, જ્ઞાતિ અગ્રણીઓ અને લોહાણા મીડિયા પરિવાર અગ્રણીઓ આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવામાં આવેલ વિતરણ સમારંભમાં ધારાસભ્ય દિવ્યેશઅકબરી, મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષ નેતા આશિષ જોશી, ભાજપ શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, વોર્ડના કોર્પોરેટર સુભાષ જોશી, પરાગ પટેલ, પન્નાબેન કટારીયા, અલકાબા જાડેજા, જામનગર લોહાણા મહાજન પ્રમુખ ભરત મોદી, લોહાણા અગ્રણી દિનેશ મારફતિયા, રાજુ મારફતિયા, નીરજ દતાણી, વિપુલ કોટક, માય સમાચારના રવિ બુદ્ધદેવ, દર્શન ઠક્કર, નોબત પરિવારના ચેતન માધવાણી, GTPLના જયેશ રૂપારેલીયા, અશોક જોબનપુત્રા, મેહુલ જોબનપુત્રા, જીગીશ દતાણી, હિતેશ અમલાણી, ભરત કાનાબાર, મનોજ અમલાણી, અક્ષિત પોબારુ, આનંદ રાયચુરા, પાર્થ સુખપરિયા, વિશ્વકર્મા બાગના દિલીપમામા પણ ઉપસ્થિત રહેલ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સત્કર્મ મિત્ર મંડળના બાદલભાઈ રાજાણી, કોમલબેન અને નિશાંતભાઈ, પ્રથમ રાજાણી તેમજ શ્રી સત્કર્મ મિત્ર મંડળના ટીમવર્ક થી આ કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયેલ છે.
