mysamachar.in-જામનગર:
જામનગર લાલ બંગલા સર્કલ પાસે આજે ધારાસભ્ય વિક્રમ માડમ અને કોંગ્રેસનાં કાર્યકરો ઉપર પોલીસ દમનના બનાવથી સમગ્ર ગુજરાતનાં કોંગ્રેસના કાર્યકરોમાં આક્રોશ ફેલાયો છે ત્યારે પોલીસ દ્વારા કોંગ્રેસનાં કાર્યકરો પર લાઠીચાર્જ કરીને કોંગ્રેસની મહિલા કાર્યકરોને પુરુષ પોલીસ દ્વારા ઢસળવામાં આવી હતી અને શહેરમાં DYSP જાડેજા આવતા જ નવો કાયદો લાગુ પડ્યો એ વાત ગળે ઊતરતી નથી અને DYSP જાડેજા સામે પણ આક્ષેપો સાથે ધારાસભ્ય વિક્રમ માડમે આક્રોશ સાથે મીડિયાને તીખી પ્રતિક્રિયા આપી હતી,
બીજી બાજુ કોંગ્રેસનાં શહેર પ્રમુખ ગિરીશ અમેથીયા દ્વારા અડધા ટકા સાથે પોતાના માથામાં પોલીસ દમન લખાવીને અનોખો વિરોધ નોંધાવ્યો છે, ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત ત્રણ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ સામે થયેલ ઝપાઝપીમાં ઇજા પહોચી તેવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે,
જામનગરમાં કોંગ્રેસના કાર્યકરો સાથે પોલીસ દમનના બનેલા આ બનાવના પડઘા આગામી દિવસોમાં ગુજરાતભરમાં પડે તો નવી નવાઈ નહીં.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.
























































