Mysamachar.in-
દેશભરના કરોડો લોનધારકો માટે આજનો શુક્રવાર ‘ગુડ ફ્રાઈડે’ સાબિત થયો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે, આ વર્ષમાં ચોથી વખત, વ્યાજદરમાં ઘટાડો જાહેર કર્યો. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે થોડીવાર પહેલાં જાહેરાત કરી છે કે, રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવે છે. આ નિર્ણયની અસરો એ થશે કે, હવે બેન્કો ધિરાણ એટલે કે લોન્સ સસ્તી કરી શકશે. હાલમાં જે લોનધારકો EMI ભરી રહ્યા છે એમને પણ બેંકો રાહત આપી શકશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણાં સમયથી કરોડો દેશવાસીઓ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. આ વિશાળ મધ્યમવર્ગ ઘણાં સમયથી ઈચ્છતો હતો કે, વ્યાજદર ઘટે તો EMI માં રાહત મળી શકે. એ પણ નોંધનીય છે કે, ક્રેડિટ પોલિસી અંગેની ગત્ ઓગસ્ટ માસની અને સપ્ટેમ્બર-ઓક્ટોબર માસની બેઠક દરમ્યાન રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો ન હતો, આથી લોકો ઈચ્છતા હતાં કે રાહત મળે. એ પણ ઉલ્લેખનિય છે કે, આ વર્ષે વર્ષની શરૂઆતની 3 બેઠકમાં રિઝર્વ બેંકે વ્યાજદરમાં કુલ 1 ટકાનો ઘટાડો કર્યો હતો. આમ આ કેલેન્ડર વર્ષ દરમ્યાન લોન્સ ચોથી વખત સસ્તી થઈ છે, લોનધારકો માટે આ વર્ષ સારૂં રહ્યું.


