Mysamachar.in-જામનગર:
આપણે ત્યાં રાજકારણીઓને કઈ નજરથી જોવામા આવતા હોય છે,તેનાથી સૌ કોઈ વાકેફ છે,પણ રાજકારણમા રહીને પણ પોતાના વ્યક્તિગત સિદ્ધાંતો અને આદર્શોને વળગી રહેવું ભારે અઘરું છે,જામનગરમાં આવા જ એક વ્યક્તિ છે,જેની છબી તેના સફેદ કપડા જેટલી જ સ્વચ્છ છે,આ વ્યક્તિ એટલે જામનગર શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા..આજે હસમુખભાઈ Mysamachar.in ની ખાસ મુલાકાતે હતા,જ્યાં હસમુખભાઈએ પોતાના જીવન ઝરમર વિષે અનેક વાતો કરી જેના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત કર્યા છે,હસમુખભાઈ વિષે આમ તો જામનગર શહેર જ નહિ પણ તેને નજીકથી જાણનાર સૌ કોઈ પરિચિત હશે કે,આ માણસની જિંદગી સિદ્ધાંતોને વરેલી જિંદગી છે,પોતાના વ્યક્તિગત સિદ્ધાંતોને નેવે મુકીને કયારેય કોઈ કાર્ય ના કરવું એ તેમનો સિદ્ધાંત છે,
૧૯૭૯ થી જનતાપાર્ટીના યુવા મોરચાથી સક્રિય થનાર હસમુખભાઈ ભાજપની સ્થાપનાના ફટાકડા ફોડવાના સહભાગી પણ છે,તેવો વર્ષ ૧૯૮૧ ના સંઘની શાખામાં જોડાયા હતા,અને ૧૯૯૧ થી માંડીને ૨૦૦૫ સુધી તેવો એ સંઘની નગરકક્ષાની વિવિધ જવાબદારીઓનું વહન પણ કર્યું છે,જે બાદ તેવો ૨૦૦૬મા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે આરૂઢ થયા બાદ તેવોએ એ બીજા વ્યક્તિ હતા જેમણે સમિતિની સ્થાપના બાદ છ વર્ષ સુધી ચેરમેનના પદ પર રહી અને જામનગર શહેરની સરકારી શાળાઓમાં આમુલ પરિવર્તન કરવામાં સિંહફાળો આપ્યો છે,જે આજે પણ અનુસરવામાં આવે છે,
દિલમાં સરકારી શાળાના બાળકો માટે કઈક કરી છુટવાની ભાવનાએ હસમુખભાઈએ એક બાદ એક શિક્ષણ સમિતિની શાળાઓમાં કેટલાક ફેરફારો કર્યા જેમાં તેવો કામ કરતાં શિક્ષકોને પ્રોત્સાહન મળે તે માટેના પ્રયાસો કર્યા ઉપરાંત બાળકને ગુજરાતી અને ગણિતનું જરૂરી જ્ઞાન મળે તે માટે તે દિશામાં ઘણા પગલાઓ ભર્યા હતા,હસમુખભાઈ માય સમાચાર સાથે વાત કરતાં વધુમાં એમ પણ જણાવે છે કે,હું શાળાઓમાં જયારે પ્રાર્થનાનો સમય હોય ત્યારે ત્યાં જઈને બેસી જતો,ત્યારે મારે ધ્યાને એક એવી બાબત આવી કે દરેક શાળામાં અલગ-અલગ પ્રાર્થનાઓ થાય છે,જેથી તે પદ્ધતિમા ફેરફાર કરી અને દરમાસે પ્રાર્થના બદલી જાય અને બધી શાળામાં એક સરખી પ્રાર્થના સાથે દરરોજ એક દેશભક્તિનું ગીત પણ બાળકો દ્વારા રાગમાં ગાવામાં આવે તે માટે નો પ્રયાસ અદભૂત રહ્યાનું પણ હસમુખભાઈને ગૌરવ છે,
અત્યારે તો ખેલમહાકુંભ સહિતના કાર્યક્રમો થાય છે,પણ તે સમયે હસમુખભાઈ એ શાળાઓમાં રમતોત્સવ,નિબંધ સ્પર્ધા,વક્તૃત્વ સ્પર્ધા,વગેરેનું આયોજન કરીને બાળકોને એક નવી દિશામાંપણ આપવમ આવતી હતી,હસમુખભાઈ છેલ્લી બે ટર્મથી શહેર ભાજપના પ્રમુખની મહત્વની જવાબદારી પણ નિભાવી રહ્યા છે,ત્યારે તેવોના સમયગાળા દરમિયાન યોજાયેલી ચુંટણીઓ ૨૦૧૪ લોકસભા,૨૦૧૫ મહાનગરપાલિકા,૨૦૧૭ વિધાનસભા અને ૨૦૧૯ લોકસભાની ચુંટણીમાં તેવોએ જામનગર શહેરની બન્ને સીટો જામનગર ઉતર અને જામનગર દક્ષિણ પર જંગી મતોની સરસાઈ મેળવી છે,જે તેના કાર્યકાળની ભાજપની સાથેનો સુવર્ણ સમય પણ લોકો કહી રહ્યા છે,
હસમુખભાઈને જયારે પૂછવામાં આવ્યું કે ૨૦૧૭ મા આપની વિધાનસભાની ચુંટણી લડવાની ઈચ્છા અધૂરી રહી તે અંગે શું કહેશો ત્યારે તેવોએ કહ્યું કે આટલા લાંબા અને સ્વચ્છ રાજકીય જીવનમા પેહલીવખત મને એક તબક્કે ઈચ્છા જાગી હતી કે જામનગર દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય તરીકે મારે લડવું છે,અને લોકોની વધુ સેવા પણ કરી શકું પણ મેં પોતાને ટીકીટ મળે તે માટે ૧% પણ લોબિંગ કર્યું નથી,અને જેવી આર.સી.ફળદુ ના નામની પાર્ટી દ્વારા જાહેરાત થઇ ત્યારે મેં પક્ષના વફાદાર સૈનિક ની ભૂમિકા નિભાવી તેનું શું પરિણામ આવ્યું તે જનતા સમક્ષ છે,
પોતાના સિદ્ધાંતોને વરેલા હસમુખભાઈ હિંડોચા પોતાના વ્યક્તિગત સિદ્ધાંત ની વાત કરતાં કહે છે કે,જાહેરજીવનમાં સૌથી વધુ બદનામી આર્થિક વ્યવહારોને કારણે થાય છે,માટે આર્થિક વ્યવહારો જેટલા બને તેટલા પારદર્શક કરવા જોઈએ,જેથી કોઈને આંગણી ચિંધવાનો મોકો ના મળે,અને વાણી,વર્તન અને વ્યવહાર એક સમાન જો કોઈ વ્યક્તિ રાખે કોઈ દિવસ કોઈ તકલીફનો સામનો કરવો પડતો નથી,અંતે તેવો એ કહ્યું કે,આગામી દિવસોમાં પણ પાર્ટીનું કદ જામનગર શહેર જીલ્લા અને દેશમાં વધુ મજબુત થાય તેના માટેના અવિરત પ્રયાસ કરવાની વાત પણ અંતે તેવોએ કરી હતી..