Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં સ્થાનિક ગુન્હા શોધક શાખાએ શહેરમાં આવાસમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી તીનપતીને ખેલેયાઓને ઝડપી પાડ્યા છે, જે સ્થળેથી પોલીસે જુગારધામ ઝડપી પાડ્યું ત્યાંથી 12 બોટલ અંગ્રેજી શરાબનો જથ્થો પણ મળી આવતા પોલીસે આ અંગે અલગથી ગુન્હો દાખલ કર્યો છે, પોલીસે જાહેર કરેલ વિગતો પર નજર કરવામાં આવે તો…
જામનગર એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પી.એસ.આઈ. આર.કે.કરમટા, તથા પી.એસ.આઈ. પી.એન.મોરી તથા સ્ટાફના માણસો દારુ અને જુગારના કેસો શોધી કાઢવા અંગે જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના હરદીપભાઇ બારડ તથા રૂષિરાજસિંહ વાળાને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, જામનગર શહેરમાં રોજી પેટ્રોલપંપ પાસે સરદાર પટેલ આવાસમાં બ્લોક એ-2, માં ફલેટ નંબર 1203 માં રહેતા રાજેશભાઇ ઉર્ફે રાજુ ભીમશીભાઈ વરૂ પોતાના કબ્જા ભોગવટાના ફલેટમાં બહારથી માણસો એકઠા કરી, ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે.તેવી હકિકત આધારે આધારે રેઇડ કરતા સાત જુગાર રમી રહેલા ઇસમોને ઝડપી પાડી તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
-કોણ કોણ ઝડપાયું…..
-રાજેશ ઉર્ફે રાજુ ભીમશીભાઈ વરૂ રહે.એરફોસ-2ની સામે, સરદાર પટેલ ભવન, ફલેટ નંબર 1203 જામનગર મુળ- કૃષ્ણગઢ તા.ભાણવડ જી.દેવભુમિ દ્વારકા (જુગાર રમાડનાર)
-નિતીન ધનજીભાઈ ચાવડા રહે. ગોકુલનગર જામનગર મુળ- બેરાજા તા.ખંભાળીયા જી.દેવભુમિ દ્વારકા
-વિપુલ શંકરલાલ દામા રહે. દિ.પ્લોટ-58, ગરબીચોક, ભાનુપ્રોવિઝન સ્ટોરની બાજુમાં
-હમીર ગોવાભાઈ વાળા રહે. સિધ્ધીવિનાયક પાર્ક, શેરી નંબર-11, સાધના કોલોની પાછળ જામનગર
-શૈલેષ મુળજીભાઈ આદ્રોજા રહે. સરપદડગામ રામદેવપીર પ્લોટ, તા.પડધરી જી.રાજકોટ
-નિલેશ ભીખાભાઇ અકબરી રહે. દરેડ તા.જી.જામનગર મુળ- રીનારી તા.કાલાવડ જી.જામનગર
-અનિરૂધ્ધ ગોરધનભાઇ ચોવટીયા રહે. એમ્યુમેન્ટપાર્ક, કિષ્ટલ કોર્નર એપાર્ટમેન્ટ, બ્લોક નંબર 101, જામનગર
-સ્થળ પરથી પોલીસે શું કબજે કર્યું..
એલસીબીએ સ્થળ પરથી રોકડ રૂપીયા 1,52,500 મોબાઇલ ફોન 5 કિ.રૂ. 16000 મોટર સાયકલ-4 કિ.રૂ. 1,20,000 કુલ મુદામાલ કિ.રૂ. 2,88,500 તેમજ રાજેશભાઇ ઉર્ફે રાજુ ભીમશીભાઇ વરૂ રહે.એરફોર્સ-2 ની સામે, સરદાર પટેલ ભવન, ફલેટ 1203 જામનગર વાળાના કબ્જાના ફલેટમાં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ બોટલ- 12 કિ.રૂ. 48000 નો મુદામાલ મળી આવતા તેના વિરૂધ્ધ પ્રોહીબીશન હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.