Mysamachar.in:જામનગર
જામનગરનાં ઉદ્યોગનગરો ખાસ કરીને દરેડ ઉદ્યોગ તથા હાપા ઉદ્યોગને મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી ખાસ કોઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી ન હોય, ઘણાં સમયથી કારખાનેદારો તથા હજારો કામદારો નારાજ જોવા મળતાં હતાં. હવે કોર્પોરેશન દ્વારા આ દિશામાં આગળ વધવાનો સંકેત કાગળ પર આપી દેવામાં આવ્યો છે જેનો ખાસ લાભ ખાસ કરીને દરેડ ઉદ્યોગનગરોને મળતો થશે.
કોર્પોરેશન દ્વારા દરેડ ઉદ્યોગનગરોને રસ્તા, પાણી અને ગટરો જેવી પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવતી ન હોય, કારખાનેદારોમાં લાંબા સમયથી નારાજગી તથા રોષ જોવા મળતાં હતાં. કારણ કે, આ કારખાનેદારો અને કોર્પોરેશન વચ્ચે વર્ષોથી ટેક્સ મુદે પણ કાનૂની જંગ ચાલે છે. હવે કોર્પોરેશન દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં જાહેર કરવામાં આવ્યું છે કે, જીઆઈડીસી દરેડ સંગઠન અને કોર્પોરેશન વચ્ચે ટેક્સ અને ચાર્જીસ મુદે MoU થશે. અને દરેડ ઉદ્યોગનગરોને કોર્પોરેશન તરફથી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સ્પેશિયલ પર્પઝ કંપનીની રચના કરવામાં આવશે.