Mysamachar.in-સુરત:
સુરતમાં રહેતા બિલ્ડર પુત્રએ પત્નીને હનીમૂનમાં વિદેશ લઈ ગયા બાદ ત્યા બંને વચ્ચે મારા-મારી અને ત્રાસ ગુજાર્યા બાદ એક વર્ષના લગ્નજીવનનો વધુ પડતો ત્રાસ આપીને બિલ્ડર પુત્રએ પોતાના જ બેડરૂમમાં કેમેરા ગોઠવીને પત્નીના અંગત પળોનો પર્સનલ વિડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપતો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે,
આ બનાવની મળતી માહિતી મુજબ સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતા રાજેશના (નામ બદલ્યું છે) મનીષા(નામ બદલ્યું છે) સાથે એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્ન બાદ રાજેશ અને મનીષા હનીમૂન માટે વિદેશમાં ગયા હતા. અહીં રાજેશ પોતાની અગાઉની ગર્લફ્રેન્ડ અંગે વાત કરવા ઉપરાંત મિત્રોને કંપની આપવાનું કહ્યું હતું. જોકે, મનીષાએ ના પાડતા તેની સાથે મારઝૂડ કરાઇ હતી,
હનીમૂનથી પરત આવ્યા બાદ લગ્નજીવન ટકાવી રાખવા માટે મનીષાએ આ વાત દબાવી રાખી હતી,પરંતુ પતિ દ્વારા વધુ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું અને કંટાળીને મનીષા માવતરે ચાલી ગયી હતી,પરંતુ સગાઓ મધ્યસ્થી થઈને મનીષાને ફરીથી સાસરે મોકલી હતી,
દરમ્યાન સાસરે આવેલ મનીષા ફરીથી સાસરીયા દ્વારા યેનકેન પ્રકારે ત્રાસ આપવા છતા મનીષા બધુ મૂંગા મોઢે સહન કરી લેતી હતી,પરંતુ રાજેશે પોતાના જ બેડરૂમમાં સીસીટીવી કેમેરા ગોઠવ્યા હતા અને પત્નીના અંગત પળોના પર્સનલ વિડિયો બનાવીને તેની પત્નીને ધમકી આપતો હતો કે આ વિડિયો વાઇરલ કરી દઇશ,આ પ્રકારનો ત્રાસ મનીષાથી અંતે સહન ન થતા પોલીસ મથકે દોડી જઈને પતિ સહિત સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે,
આમ,અમદાવાદમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી ફેસબુક ફ્રેન્ડ બનેલ પરીણીતાને તેનાથી ૧૧ વર્ષ નાના યુવકે ફસાવીને હોટલના બેડરૂમમાં અશ્લીલ વિડિયો ઉતારીને વાઇરલ કરવાનો કિસ્સો તાજો છે ત્યારે સુરતમાં પતિ-પત્નીના પવિત્ર સંબંધોને લાંછન લગાડતો આવો જ એક બનાવ સામે આવતા સમાજ માટે લાલબત્તી સમાન છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.