Mysamachar.in-અમદાવાદ:
31 ડિસેમ્બરને લઇ ગુજરાતમાં દારૂની એન્ટ્રીને રોકવા માટે રાજ્યની પોલીસે મેગા ડ્રાઇવ શરૂ કરી છે.આ માટે ગુજરાતને લગતી બોર્ડર રાજસ્થાન, મધ્યપ્રદેશથી આવતી વાહનોનું ખાસ ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે,
31મી ડિસેમ્બરના રોજ ગુજરાતમાં દારૂને પ્રવેશતો રોકવા માટે અમદાવાદ પોલીસે ખાસ ડ્રાઇવ યોજી હતી,જેમાં 150થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા અને અલગ-અલગ જગ્યાએ 10 ટીમો આ પોલીસકર્મીઓની બનાવાઇ હતી,
અમદાવાદમાં પ્રવેશ કરતા આંતરરાજ્યની બસોમાં નરોડા ખાતે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે,ગુજરાતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી દારૂ ઘૂસાડવામાં આવતો હોય છે. અન્ય વાહનોની સાથે-સાથે શહેરમાં પ્રવેશ કરતી ખાનગી બસોની તપાસ પણ કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં મેગા ડ્રાઇવ દરમિયાન પોલીસને પહેલી જ સફળતા મળી હોય તેમ ખાનગી ટ્રાવેલ્સમાંથી પોલીસને મુસાફર અને ક્લિનર પાસેથી વિદેશી દારૂ મળી આવ્યો હતો,પોલીસે તપાસ કરતા એક ખાનગી ટ્રાવેલ્સમાં એક મુસાફર પાસેથી ચાર બોટલ વિદેશ દારૂ તેમજ બસના ક્લિનર પાસેથી બે બોટલ વિદેશ દારૂની બોટલ મળી હતી.આ મામલે પોલીસે દારૂની બોટલનો કબજો લઈને યોગ્ય કાર્યવાહી શરૂ કરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.