ગાંધીનગર:
ગુજરાતના ખાસ કરીને ૪૪ જેટલા તાલુકાઓમાં ઓછો વરસાદ પાડવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફ્ળ ન જાય તેમાં માટે રાજ્ય સરકારે ચિંતા વ્યક્ત કરીને આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષમાં મળેલ કેબિનેટની મિટિંગમાં ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય લીધા બાદ ઉર્જામંત્રી સૌરંભભાઈ પટેલે ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવાની સતાવાર જાહેરાત કરી છે,
ઉર્જામંત્રી સૌરંભભાઈ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાતના ૭ હજાર ફીડરોમાંથી ૧૫ લાખ ખેડૂતોને ૧૦ કલાક વીજળી મળશે જેનાથી રાજ્ય સરકારને માસિક ૨૦૦ થી ૨૫૦ કરોડનું ભારણ વધશે,વરસાદ ખેંચવવાના કારણે ખેડૂતોને હાલ સિંચાઈમાં મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે,અને હજુ ૪૪ જેટલા તાલુકાઓમાં ઓછો વરસાદ પડેલ હોય ત્યાં કુત્રિમ વરસાદ કરવા માટે સરકાર વિચારી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.