mysamachar.in-રાજકોટ:
મસાજ પાર્લર (સ્પા)માં મસાજ કરાવવા જતાં શોખીનો માટે ચેતવણીરૂપ આપનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે પોલીસે રાજકોટના એક સ્પા પાર્લરમા રેઇડ કર્યા બાદ સામે આવ્યું કે જે સ્પામાં લોકો આનંદ કરવા જતાં હતા તે સ્પામાં થી ઝડપાયેલ યુવતીઓ ટ્રાન્સજેન્ડર હોવાનું સામે આવ્યું છે પોલીસે સ્પામાથી યુવકમાંથી યુવતી બનવાનું ઓપરેશન કરાવીને જાતિ પરીવર્તન કરીને દેહ વ્યાપારનો ધંધો કરવા આવેલ વિદેશની યુવતીઓને તેમજ સ્પાના સંચાલકને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે,
રાજકોટના નાના મવા રોડ પરના રાજનગર ચોક પાસે ઓશન સ્પામાં બોડી સમાજના ઓઠા હેઠળ દેહ વ્યાપાર ચાલતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને સ્પાના સંચાલક વિજય હર્ષદરાય જોશી ને ઝડપી લેવામાં આવ્યો છે,
પોલીસની રેઈડ દરમ્યાન થાઈલેન્ડની ચાર યુવતીઓ મળી આવી હતી જેમાંથી બે યુવતીઓ ટ્રાન્સજેન્ડર નીકળી છે જે યુવકમાથી ઓપરેશન કરાવીને યુવતી બની છે,સ્પાના સંચાલક આ યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવીને ગ્રાહકો પાસેથી ૨૫૦૦ વસૂલતો હતો અને યુવતીને ૧૦૦૦ આપીને બાકીના ૧૫૦૦ રૂપિયા પોતાની પાસે રાખતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે આ ચારેય યુવતીઓને સાક્ષી બનાવીને સ્પાના સંચાલકની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
























































