mysamachar.in-ભરુચ:
આજે શિક્ષક દિવસ છે,ત્યારે શિક્ષકોના સન્માન અને શિક્ષકોના હિત ની વાત રાજકીય નેતાઓના મો માંથી પણ વર્ષે લગભગ એક વખત સાંભળવાનો મોકો શિક્ષકો ને મળતો હશે,ત્યારે હમેશા પોતાના નિવેદનો ને લઈને વિવાદોમાં ઘેરાયેલ રહેનાર ભરુચ ના સાંસદ મનસુખ વસાવા એ આજે શિક્ષક દિવસને અનુલક્ષી ને યોજાયેલ એક કાર્યક્રમ મા વધુ એક વખત અજુગતું નિવેદન કરતાં તેની ચોમેર ચર્ચાઓ શરૂ થઇ જવા પામી છે,
આજે શિક્ષક દિવસ નિમિતે ભરુચ ના ટાઉનહોલ ખાતે શિક્ષક સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા પણ જયારે સાંસદ ને બોલવાની તક મળે કે તુંરત જ તેવોએ ભફાકો માર્યો કે “શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો નું શોષણ થઇ રહ્યું છે” અને તે ના થવું જોઈએ ભાજપના નેતા જ જાહેરમંચ પરથી શિક્ષકો ના શોષણ અંગેની વાત કબુલ કરતાં રાજ્યભરમાં આ મુદાએ ભારે ચર્ચા જગાવી છે,
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે પણ એક શાળામાં યોજાયેલ કાર્યક્રમમા પણ મનસુખ વસાવાએ સરકારી શાળામાં શિક્ષણ કથળી રહ્યું હોવાની સાથે જ અમુક શિક્ષકોને દારૂ પી ને અભ્યાસ કરાવવા ના નિવેદન ને લઈને શિક્ષકો મા ભારે રોષ ઉઠ્યો હતો,
એવામાં આજે ભલે સરકાર એકરાર કરે ના કરે પણ ખુદ ભાજપના સાંસદ આજે જાહેરમંચ પરથી શિક્ષકો ના શોષણ નો એકરાર કરી લેતા નવી ચર્ચાઓ નો ઉદભવ થયો છે.