mysamachar.in-જામનગર:
સરકારી તંત્રમાં વ્યાપી ચુકેલા ભ્રષ્ટાચાર ના એક એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને હવે લોકો પણ જાગૃત થઈને લાંચિયા બાબુઓને એસીબીને હાથે ઝડપાવી રહી છે,એવામાં ગત જાન્યુઆરી માસમાં જામનગરના એક વકીલ એ સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ સામે લાંચ માંગવા અંગે એસીબીને ફરિયાદ કરતાં ગત ૧ જાન્યુઆરી ના રોજ એસીબીએ છટકું પણ ગોઠવ્યું હતું પણ જેની લાંચની રકમ આપવાની હતી તે અધિકારી જ ના મળી આવતા આ છટકું નિષ્ફળ થયા બાદ એસીબી દ્વારા આ કેસની ખુલ્લી તપાસ કરવામાં આવી રહી હતી,
ફરિયાદી વકીલ એ વારસાઈ નોંધમાં એન્ટ્રી કરવા માટે સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કે.એન.ભીમાણી રૂપિયા ૮૦૦ ની લાંચ માંગણી કરતાં હોવાની ફરિયાદ કરી હતી છટકું નિષ્ફળ ગયા બાદ એસીબી ટીમ જામનગરને ખુલ્લી તપાસ દરમિયાન અંગે આઠ માસ બાદ સફળતા મળી છે,તપાસ દરમિયાન એસીબી એ અધિકારીના વોઇસસેમ્પલો ને લઈને એફએસએલ ખાતે મોકલ્યા હતા ઉપરાંત પણ જરૂરી પુરાવાઓ એકત્ર કર્યા બાદ એસીબીએ સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કે.એન.ભીમાણી સામે રૂપિયા ૮૦૦ ની લાંચ માંગવા સબબ ડીમાન્ડ કેસ દાખલ કર્યો છે,
ડીમાન્ડ કેસ દાખલ કર્યા બાદ એસીબી જામનગરની ટીમના પીઆઈ એન.કે.વ્યાસ,દીપકભાઈ પટેલ,દિનેશભાઈ સહિતના સ્ટાફે અધિકારીના વાલકેશ્વરીનગરી સ્થિત નિવાસસ્થાને પણ સર્ચની કામગીરી હાથ ધરી હતી જેમાં કઈ મળી આવેલ ના હોય આ ડીમાન્ડ કેસની આગળની તપાસ રાજકોટ એસીબી ને સોંપવામાં આવી છે.