Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં લોકો એટલું પનીર ઝાપટી રહ્યા છે કે, ખુદ પંજાબીઓ વિચારમાં પડી ગયા કે, આટલું પનીર તો આપણે પણ નથી આરોગતા. ઘણાં લોકોને એવો પ્રશ્ન પણ થઈ રહ્યો છે કે, પનીરનું આટલું તોતિંગ ઉત્પાદન શક્ય કેવી રીતે બને ? કેટલાંક લોકો એવી પણ શંકાઓ કરે છે કે, ઘણું પનીર ‘ફેકટરી મેઈડ’ હોય શકે !
જામનગરમાં એક અલગ પ્રકારનો જાદૂ ચાલી રહ્યો હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે. સૂત્ર અનુસાર, જો તમે તમારી હોટેલ માટે શહેરની ‘ચોક્કસ’ ડેરીમાંથી પનીરની ખરીદી કરી છે, તો તમારૂં પનીર પણ સલામત અને તમે પણ ‘સલામત’ ! કોઈ તમારો વાળ વાંકો ન કરી શકે. ચૂંટણીઓમાં જે રીતે ‘ગેરંટી’ની લ્હાણી થતી હોય છે એ રીતે આ ‘અબક’ ડેરીનો સંચાલક પણ ખરીદદાર હોટેલમાલિકોને ગેરંટી આપે છે. હવે તમે હોટેલ કે રેસ્ટોરન્ટમાં કે પાર્સલમાં લઈ જઈ ઘરે પનીર આરોગો ત્યારે, સાથે આ વાત પણ મમળાવજો. પનીરનો ટેસ્ટ તમને તથા તમારાં પરિવાર અને મિત્ર સર્કલને વધુ ખુશી આપશે. ગેરંટી.(symbolic image)






















































